નર્મદા
હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહયો છે. ભકતો ભક્તી કીર્તન કરી રહયા છે ઉપવાસ કરી રહ્યા છે.ત્યાર ચિરંજીવ એવા હનુમાનજી દાદાની ચાલીસા સફેદ ટાવર ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી એક ભક્તિ મય વતાવર ઉભું થાય.લોકો.મોટી સંખ્યામાં જાેડાઈ માટે અમારી આવી માંગ કરી રહ્યા છે. નગર.પાલિકા સહકાર આપે એ જરૂરી છે..હિન્દુ ધર્મ સેના રાજપીપળા દ્વારા રાજપીપલા નગરપાલિકાને લેખિતમાં માંગણી કરી છે કે રાજપીપળા સફેદ ટાવર પાસે હનુમાનજીની છબી લગાવવામાં આવેલ છે તે સ્થળ ઉપર લાઉડ સ્પીકર વગાડી સવાર સાંજ હનુમાન ચાલીસા ના પાઠ થાય એ માટે રાજપીપળા નગરપાલિકાને અરજી દ્વારા પોતાની માંગણી વ્યક્ત કરી છે આ વિષયના અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લા સહ અધ્યક્ષ નિલેશભાઈ તડવી, નર્મદા જિલ્લા કોષા અધ્યક્ષ દીપલભાઈ સોની દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેનું નર્મદા જિલ્લાનાં વિશ્વ હિન્દુ પરિષદએ સમર્થન કરેલ છે તો જાેવાનું રહ્યું કે રાજપીપલા નગરપાલિકાના સત્તાધિશો શું આ માંગણી સંતોષી શકશે કે કેમ એ જાેવું રહ્યુંર્ જાેકે સફેદ ટાવર પાસે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઇ શકે અને એમ પણ સફેદ ટાવર પાસે કાયમ ટ્રાફિક રહેતો હોય છે.પંરતુ ભક્તો ની આસ્થાને ઠેસ ના પહોંચે એ માટે પાલિકા કે પોલીસ પણ મંજૂરી આપવા વિચારણા કરી રહ્યા છે. હવે ક્યારે.મંજૂરી મળે છે એ જાેવું રહ્યું.


