Gujarat

રાણપુર શહેરમાં 3 સેન્ટર પર વન રક્ષક ભરતીની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમા યોજાઈ

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં 3 સેન્ટર પર ફોરેસ્ટ ગાડૅ વન રક્ષકની ભરતીની પરીક્ષા આજરોજ રવિવારે બપોરે 12 થી 2 વાગ્યા સુધી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમા યોજાઈ હતી.રાણપુર શહેરમાં 3 સેન્ટર પર 30 બ્લોક માં 770 વિદ્યાર્થીઓએ વન રક્ષકની પરીક્ષા આપી રાણપુરમાં જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે 10 બ્લોક માં 300 વિદ્યાર્થિઓ,ગીતાંજલિ કેમ્પ કે.ડી પરમાર વિદ્યાલય ખાતે 10 બ્લોક માં 300 વિદ્યાર્થીઓ તથા સી.એસ.ગદાણી હાઈસ્કુલ ખાતે 10 બ્લોક માં 170 વિદ્યાર્થીઓએ વન રક્ષક ભરતી ની પરીક્ષા આપી પરીક્ષા કેન્દ્રો પર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220327-154646.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *