તા.૬/૭/૨૦૨૨ ના રોજ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત મહિલાઓ માટેના ખાસ રોજગાર ભરતી મેળા કાર્યક્રમ યોજાશે
બોટાદ જિલ્લાના ઉત્સાહી અને ઉર્જાવાન મહિલા રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ રાણપુર ખાતે આવેલ રીયલ સ્પીનટેક્ષ પ્રા.લી. ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૮ ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે..
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
