Gujarat

રાણપુરમાં નવનિયુક્ત PSI એસ.એચ.ભટ્ટ એ મુખ્ય બજારમાં ફુટ પેટ્રોલિંગ કર્યુ.. મેઈન બજારમાં રોડ ઉપર અડચણરૂપ કરતા દબાણકારોને દબાણ હટાવવા કડક સુચના આપી..

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI એસ.એચ.ભટ્ટ એ પોલીસ સ્ટાફ સાથે રાણપુરની મુખ્યબજાર માં ફુટ પેટ્રોલિંગ કર્યુ.કડક અને બાહોશ અધિકારીની છાપ ધરાવતા એસ.એચ.ભટ્ટ એ મુખ્ય બજાર માં નિકળી રોડ ઉપર દબાણકરતા તમામ ને રોડ ઉપર દબાણ નહી કરવાની કડક સુચના આપવામાં આવી.તેમજ આગામી દિવસમાં રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી હતી.નવનિયુક્ત PSI એસ.એચ.ભટ્ટ એ રાણપુરની મુખ્ય બજાર માં ફુટ પેટ્રોલિંગ કરી કડકાઈ કરતા અસામાજીક તત્વો માં તેમજ દબાણકારો માં ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે PSI એસ.એચ.ભટ્ટ એ જણાવ્યુ હતુ કે રાણપુર શહેરના તમામ માર્ગો ઉપર અડચણરૂપ દબાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220210-WA0551.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *