પાટણ
રાધનપુરની વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા અને મુળ રાધનપુર તાલુકાનાં શેરગઢના વતની અને રાધનપુરની દુધસાગર ડેરી કન્યાશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પેથાભાઈ શિવાભાઈ મકવાણા અને તેમના પત્નિ નાનુબેને તા. ૧૯મી મેના રોજ તેમની નણંદના લગ્નમાંથી રાધનપુર પોતાનાં ઘરે આવ્યા બાદ તેમણે તેમનાં દાગીના કાઢીને ઘરની તિજાેરીના ડ્રોઅરમાં મુક્યા હતા અને તેની ચાવી ફ્રીજ ઉપર મુકી હતી અને પતિ-પત્નિ ઘરની ઓસરીમાં સુઇ ગયા હતા. સવારે તેમને તેમના દિયરની દિકરીનાં લગ્ન પ્રસંગે જવાનું હોવાથી તિજાેરીની ચાવી લેવા જતાં નાનુબેનને તિજાેરીની ચાવી મળી નહોતી. તેમણે તિજાેરીનો પડદો ખોલીને જાેતાં ચાવી તિજાેરીનાં તાળામાં લટકતી હતી. તેમણે તિજાેરીનાં ડ્રોઅર જાેતાં તેમણે મુકેલા દાગીના જણાયા નહોતા. તસ્કરો તિજાેરીમાંથી સુમારે રૂ?. ૧૦ હજાર ૫૦૦ની સોનાની દોઢ તોલાની ચેન, રૂા. ૨૧ હજાર ૫૦૦ની કિંમતનું ત્રણ તોલાનું સોનાનું મંગળસુત્ર તથા રૂા. ૧૩ હજાર ૫૦૦નું સોનાનું અઢી તોલાનું લોકેટ મળી કુલ રૂા. ૪૫ હજારની મતાની ચોરી કરી ગયા હતા. જે અંગે તેમણે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાધનપુરની વિઠ્ઠલનગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાંથી કોઇ અજાણ્યો તસ્કર પ્રવેશીને અંદરની તિજાેરીમાંથી રૂા.૪૫ હજારની મતાના દાગીનાની ચોરી કરી ગયો હતો. આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.


