ભારતના રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર આદિવાસી મહિલા વિજય થઇ રાષ્ટ્રપતિ બનતા છોટાઉદેપુર જિલ્લામાં વિજય ઉત્સવ મનાવવા માટે ગીતાબેન રાઠવા દિલ્હીથી છોટાઉદેપુર ખાતે ચાલુ સત્રએ વિજય ઉત્સવ મનાવવા માટે નસવાડી દોડી આવ્યા હતા તેઓએ નસવાડી ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવા માટે નસવાડીમાં ડીજેના તાલે નસવાડી જીન કમ્પાઉન્ડ થી વિજય સરઘસ કાઢ્યો હતો અને સ્ટેશન વિસ્તરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી વિજય ઉત્સવ મનાવ્યો હતો જેમાં સાંસદ ગીતાબેન રાઠવા,ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી,એકલવ્ય તિરંદાજી કોચ દિનેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તેમજ ઉર્મિલાબેન વસાવા સરવેજ મેમણ જેવા નેતાઓ ડીજે ના તાલે ઝુમી ઊઠ્યા હતા અને ખુશી મનાવી હતી જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો પણ વિજય ઉત્સવમાં ઉમેરાયા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

