Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા જેતપુરપાવી તેમજ છોટાઉદેપુર પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાઓમાં છેલ્લાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એચ.એચ.રાઉલજી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૦૧૨૫૩/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧, ૮૩ ૨ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી છોટાઉદેપુર ટાઉનમાં આવેલ છે જેથી એલ.સી.બી. સ્ટાફના  પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી મુજબના ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ મ સ્ટેશન ખાતે સોંપેલ છે. પકડાયેલ આરોપી જેતપુરપાવી પો.સ્ટે. સી. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૩૨૦૦૪૨૮/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧ મુજબના કામે પણ વોન્ટેડ છે. જે સંબંધે જેતપુરપાવી પોસ્ટે. ખાતે પણ જાણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220211-171745_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *