Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા નસવાડી પો.સ્ટે. વિસ્તારના છકતર ઉમરવા ગામેથી કિ.રૂ.૩૧,૨૫૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો.

શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ ઘાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલા. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્યા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતની હકીકત મળેલ કે છકતર ઉમરવા ગામે રહેતા વિનેસભાઇ મનકરભાઇ નાયકા નાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી મ દારૂ સંતાડી રાખેલ છે. તેવી મળેલ હકીકત આધારે સદરી ઇસમના ઘરે રેઇડ કરતા તેઓના રહેણાંક મકાનમાંથી કુલ કિ.રૂ.૩૧,૨૫૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા પ્રોહીબીશન એક્ટ મુજબ નસવાડી પો.સ્ટે.માં ગુનો નોંધવામા આવેલ છે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220128-193918_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *