ગુજરાત રાજ્યમાં દર વર્ષે ર જી ઓકટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ જૂનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નશાબંધી જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.
જૂનાગઢ તથા ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ભવ્ય, શાનદાર, અસરકારક અને પરીણામલક્ષી ઉજવણી કરવામાં આવનાર છે. ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી લોકોને કેફી અને માદક દ્રવ્યોના સેવનથી શારીરીક, માનસિક, કૌટુંબિક, સામાજીક, આર્થિક બરબાદી અને તેની વિપરીત અસરોની માહિતી આપી બહોળા પ્રમાણમાં અસરગ્રસ્ત લોકોને આવરી લઇ લોકોમાં જનજાગૃતિ લાવવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે.
જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં નશાબંધી સપ્તાહ-ર૦૦રની ઉજવણી અંતર્ગત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બી.પી.જાડેજા, અધિક્ષક નશાબંધી અને આબકારી, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ મહામારી અનુસંધાને ભારત સરકારશ્રીની સૂચનાઓને ધ્યાને લઇને નશાબંધી સપ્તાહ-૨૦૦રના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
