જૂનાગઢ તાલુકાના વડાલ ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પધારતા તેનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતીમાં થયુ હતું
આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ અપાયો હતો. ખેતીવાડીના તથા ઝુંપડપટ્ટીઓના લાભાર્થીઓને વિજ જોડાણો અપાયા હતા. વડાલ ગામે રૂ. પ લાખના ખર્ચે બનેલ હાઇવેથી બાવજીભાઇ કરમશીભાઇના ઘર સુધીના કામનું લોકાર્પણ કરાયું હતું. તેમજ ઇશાપુર ગામે રૂ. ૭ લાખના ખર્ચે થયેલ આંગણવાડીના કામનું લોકાર્પણ પણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે થયું હતું. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનાઓના લાભોનું વિતરણ પણ લાભાર્થીઓને થયું હતું.
જેમાં સરપંચશ્રી મનસુખભાઇ અઘેરા, ભરતભાઇ દોમડિયા, ઉપસરપંચશ્રી વિઠ્ઠલભાઇ કાપડિયા, અગ્રણીશ્રી હરિભાઇ પરમાર, પ્રવીણભાઇ પટોળિયા, રસિકભાઇ ગજેરા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.કે.ચાવડા, રાઉન્ડ ફોરેસ્ટર શ્રી બી.વી. લીંબડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
