વડોદરા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક તરફ રખડતા ઢોર પકડવા મુદ્દે સરકારને કડકા સૂચનાઓ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, હવે રસ્તા પર રખડતા ઢોરના લીધે કોઇને ઇજા કે મોત થવા જાેઇએ નહીં. જ્યારે હાઇકોર્ટ દ્વારા આ આદેશ અપાઇ રહ્યા હતા, ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં રખડતા ઢોર પર પકડવા ગયેલી ટીમ સાથે મહિલાઓ ઘર્ષણ કર્યું હતું અને ઢોર છોડાવી ગઇ હતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ બપોરે આજવા રોડ પુનમનગર નજીક પહોંચી હતી. જ્યાં કિશ્નાનગર પાસે એક ગાય રોડ પર હતી. જેથી તેને પકડવાની કામગીરી કરવામાં આવતા હાથમાં દાતરડું લઇને આવેલ એક મહિલા તેમજ લાકડી લઇને આવેલ મહિલા સહિત ત્રણથી ચાર મહિલાઓ પાલિકાની ટીમ સાથે ઘર્ષણ પર ઉતરી આવી હતી મહિલાઓએ પાલિકાના સ્ટાફને અપશબ્દો કહ્યા હતા તેમજ મારા ઘરેથી ગાય કેમ લઇ જાવ છો કહી ઝપાઝપી પર ઉતરી આવી હતી. આ મહિલાઓએ એટલી હદે દાદાગીરી કરી હતી કે કોર્પોરેશનના કર્મચારીઓએ પકડેલ ગાયને છોડાવી ગઇ હતી. આ મામલે ત્રણથી ચાર અજાણી મહિલાઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.વડોદરા શહેરમાં રખડતા ઢોરની અડફેટે એક તરફ લોકો ઘાયલ થઇ રહ્યા છે અને કેટલાકને તો જીવ ગુમવવાનો વારો આવ્યો છે, ત્યારે બીજી તરફ રખડતા ઢોર પકવા જતા પાલિકાના કર્મચારીઓને પણ જીવના જાેખમે કામગીરી કરવી પડી રહી છે. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર ગઇકાલે દાતરડું અને ડંડા લઇને આવેલી મહિલાઓએ ઘર્ષણ કર્યું હતું અને પાલિકાના કર્મચારીઓેએ પકડેલી ઢોરને છોડાવી ગયા હતા.


