Gujarat

વડોદરામાં શિવાલયોમાં ભાવિભક્તો ઉમટ્યા

વડોદરા
મહાશિવરાત્રી પર્વે કરનાળી ખાતે આવેલા શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર ભક્તો માટે દર્શન ખુલ્લુ રહેશે. સાથે જ લઘુરુદ્ર હોમનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ નગરયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રીથી અમાસ પણ શરૂ થતી હોઇ, ભક્તો માટે મંદિરમાં દર્શન ખુલ્લા રહેનાર છે. પરંપરા અનુસાર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે શિવજી કી સવારીનું પ્રસ્થાન થશે. સૂરસાગર તળાવ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. બીજી તરફ સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટની પ્રતિમાને સોનેથી મઢવાની કામગીરી કાર્યરત છે. તેમાં ભગવાનના શ્રીમુખ પર સોનાનું આવરણ ચઢીતા મહાશિવરાત્રિના મહાપર્વે ભક્તો દર્શન કરી શકે તે માટે શ્રીમુખને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. નાથ પરંપરાના નવ મંદિરો કે જે નવનાથ મંદિર તરીકે ઓળખાય છે. તે તમામ મંદિરોમાં પણ બાર પહોરની પૂજાનો પ્રારંભ કરી દેવામા આવ્યો હતો. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રી નિમિત્તે વિવિધ પૂજા અર્ચનના આયોજન કરાયા છે. કમાટીબાગ પાસે આવેલા કામનાથ મહાદેવ મંદિરના ઘાટ પર યજ્ઞાનું પણ આયોજન કરાયુ છે. આ ઉપરાંત શહેર જિલ્લામાં આવેલા શિવાલયો સહિતના સ્થળોએ વિશેષ પૂજા ર્કિતન સાથે ધાર્મિક આયોજન પણ થયા છે.દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના દિવસે વડોદરા શહેર-જિલ્લાના શિવાલયો ‘બમ બમ ભોલે…’ના નાદથી ગૂંજી ઉઠ્‌યા છે અને આસ્થા-ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે. મહાદેવને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય તે માત્ર મહાશિવરાત્રિએ શિવપૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વહેલી સવારથી મંદિરો ‘બમ બમ ભોલે…’, ‘હર હર મહાદેવ…’ ના નાદ સાથે ગૂંજી ઉઠ્‌યા છે. વહેલી સવારથી શિવાલયો ખાતે દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જાેવા મળી હતી. શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી…આ મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવાલયોમાં મહાશિવરાત્રી હોવાથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્‌યો છે. ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર, ભજન ર્કિતન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઠેરઠેર યોજવામાં આવ્યા છે. તો શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના પણ કરી રહ્યા છે. મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મીય ધરાવે છે. મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્નધ કરે છે.

The-Shivalayas-of-Vadodara-resounded-with-the-sound-of-Bum-Bum-Bhole-....jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *