કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના સુમરી અને મેડી ગામે નિર્માણાધીન તળાવનું ખાતમુહર્ત કર્યું હતું. જામનગર તાલુકાના સુમરી ગામે કુલ રૂ. 13.50 લાખના ખર્ચે સુમરી તળાવના નવનિર્માણનું કામ મંજુર કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના અન્ય ગામ મેડી ખાતે કુલ રૂ. 12.70 લાખના ખર્ચે જૂની મેડી વાળું તળાવના કામને મંજૂરી મળી છે.
આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હટતા રાજ્ય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. છેવાડાના વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી દૂર કરવા પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે મેડી ગામનું આ તળાવ આ વિસ્તારના લોકોની જીવાદોરી સમાન છે. થોડા સમય પૂર્વે લોકસંપર્ક કાર્યક્રમમાં આ ગામના આગેવાનોએ તળાવના કામ માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ તળાવના કામ માટે તાત્કાલિક રીતે અમલ કરવામાં આવ્યો છે. આપણા પ્રધાનમંત્રીશ્રીનો એક જ ધ્યેય છે કે ખેડૂત સુખી થાય, અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે. રાજ્ય સરકારે ખેડૂતની જરૂરિયાત મુજબના ડેમ, બંધારાઓ તથા ચેકડેમનું નિર્માણ કરી વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તે મુજબના કામો સરકારે હાથ ધર્યા છે. ખેડૂતની પહેલી જરૂરિયાત પાણી છે ત્યારે પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે માટે સરકારે ખાસ અભિયાન હાથ ધર્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ બોરસદીયા, કાર્યપાલક ઈજનેર શ્રી એન.એ. ખાંટભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, જામનગર કિશાન મોરચામાંથી શ્રી હાર્દિકભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી શ્રી ગિરીરાજસિંહ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાંતિલાલભાઈ દુધાગરા, જિલ્લા સહકારી બેંક ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ મોલીયા, મેડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ, સુમરી ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ, શ્રી મનસુખભાઇ મૂંગરા, શ્રી જયેશભાઇ દુધાગરા, શ્રી કરસનભાઈ, શ્રી પ્રફુલભાઇ ગઢવી, શ્રી વિપુલભાઈ ધામેલીયા, શ્રી હરિભાઈ, શ્રી સાગરદાનભાઈ ગઢવી, શ્રી જમનભાઈ પેઢડિયા, શ્રી અમરશીભાઇ આઠું, શ્રી દયાલજીભાઈ ભીમાણી, જગા ગામના સરપંચ શ્રી કિરીટસિંહ, બજરંગપુર ગામના માજી સરપંચ શ્રી હીરાભાઈ, શ્રી ગંગારામભાઈ ભાલોડીયા, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


