Gujarat

વલસાડની એક શાળાની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત કર્યો

વલસાડ
વલસાડ શહેરના નજીક આવેલા ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ પાસે કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ૧૩ સ્થાનિક જુગારીઓને ઝડપી પાડયા હતા. વલસાડ એલસીબીની ટીમે કુલ રોકડા ૧૩ હજાર ૮૩૦ અને ૯ મોબાઈલ મળી કુલ ૫૦ હજાર ૩૩૦નો મુદ્દામાલ કબ્જે કરી સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમને સ્થાનિક લોકોએ આપેલી લેખિત ફરિયાદના આધારે ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના મેદાન સામે આવેલી ખુલ્લી જગ્યામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોવાની લેખિત ફરિયાદ મળી હતી. સાથે આજ રોજ વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ગ્રાઉન્ડ સામે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે રેડ કરી ચેક કરતા કેટલા ઈસમો ગોળ કુંડાળું વળીને કેટલાક ઈસમો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. વલસાડ એલસીબીની ટીમે તમામ આરોપીઓને કોડન કરીને રેડ કરતા કુલ ૧૩ જુગારીઓને ઝડપી પાડયા હતા. વલસાડ એલસીબીની ટીમે રોકડા રૂ. ૧૩ હજાર ૮૩૦, અને ૯ મોબાઈલ મળી કુલ ૫૦ હજાર ૩૩૦નો મુદ્દામાલ કબ્જે કરો સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *