છોટાઉદેપુર તાલુકાની વીરપુર જૂથ ગ્રામ પંચાયત ની સરપંચ પદ માટેની જાહેરાત સામે વાંધો ઉઠ્યો હતો જેમાં ચૂંટણી અધિકારીએ સરપંચ પદ ના જીતેલા ઉમેદવાર તરીકે ઉષાબેન વીરસિંહ ભાઈ રાઠવાને જીતેલા જાહેર કર્યા હતા.જેમાં હારેલા સરપંચ ના ઉમેદવાર અંધારીબેન દ્વારા ચૂંટણી પ્રક્રિયા ને પડકારતી અરજી છોટાઉદેપુર ના નામદાર સિવિલ જજ ની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.નવા ચૂંટાયેલા સરપંચે ૨૦ જાન્યુઆરીએ પદ સંભાળવાનો હોય સામે વાળાઓએ મનાઈ હુકમ ની માંગણી કરી હતી. જેથી આજરોજ નામદાર કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર તેમજ સરપંચ ઉષાબેન ના વકીલ સંજયભાઈ રાઠવા ની દલીલો ને માન્ય રાખી અંધારી બેન ની અરજી ના મંજૂર કરી. ઉષાબેન ને તરફે હુકમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


