ગીર સોમનાથ
વેરાવળ બાર એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઇ બોરીચાંગર દ્વારા મહેસુલ વિભાગના સચિવ સહિતના લોકોને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, નવી દાખલ કરાતી રેવન્યુ અપીલો કચેરીને મોકલવામાં આવે તે પછી ઘણા લાંબા સમય સુધી તેના નંબર પક્ષકારને કે તેમના વકીલને મળતા નથી અને ફેર મુદ્દતની જાણ પણ લાંબા સમય સુધી કરવામાં આવતી નથી. નવી દાખલ કરાયેલી અપીલો અંગે લાંબા સમય સુધી નોટીસો કરવામાં આવતી નથી. તેથી કામ વિલંબમાં પડે છે. કચેરીમાં પેન્ડીંગ રહેલા કામો અંગે કોઇ ડેઈલી બોર્ડ બનતું નથી કે પક્ષકાર કે તેમના વકીલને કેસની તારીખની જાણ કરવામાં આવતી નથી, તેથી અગવડતાઓ પડે છે. કચેરીમાં ચાલતા કામોમાં વકીલો વેરાવળની ગણના કરવામાં આવે તો ૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને પોતાના કેસની સંભાળ લેવા આવે ત્યારે જ તેના કેસની સ્થિતિ શું છે તે તેમને ખબર પડે છે. આ પ્રશ્ન અંગે રેગ્યુલર રીતે જાે વકીલોને તારીખની જાણ પત્ર દ્વારા કરવામાં આવે તો તેમની આ હાલાકી નિવારી શકાય તેમ છે. આ ઉપરાંત કચેરીમાં સુનવણી થઇ ગયેલા કેસો જે જજમેન્ટ ઉપર મુકવામાં આવેલા હોય છે તે કેસોના જજમેન્ટ લાંબો સમય સુધી આપવામાં આવતા નથી. જેથી પક્ષકારોને જજમેન્ટ જાે ઝડપથી મળે તો તેમને ઝડપી ન્યાય મળેલો ગણાય તેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ કરાઈ હતી. આ તકલીફો સિવાયની ઘણી બધી તકલીફો છે, જેનું નિવારણ થવુ જરૂરી હોઈ તેનું યોગ્ય અમલીકરણ થાય અને સમગ્ર ગુજરાતના વકીલોના હિતમાં આ પ્રશ્નો અંગે ભવિષ્યમાં પક્ષકારોને અને વકીલોને અગવડતા ન પડે તે માટે આવશ્યક પગલા લેવાની માંગ રજૂઆતના અંતમાં કરવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં કલેક્ટરોના હુકમો સામેની દાખલ થતી રેવન્યુ મેટરની અપીલોમાં વકીલોને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે યોગ્ય પગલાં ભરવા વેરાવળ બાર એસોસિએશને મહેસુલ વિભાગના જવાબદારો લોકોને પત્ર લખી માંગણી કરી છે. રેવન્યુ કેસોમાં વેરાવળના વકીલો આશરે ૪૦૦ કિ.મી.નું અંતર કાપી કેસની સંભાળ લેવા આવે ત્યારે તેમના કેસની સ્થિતિ એમને ખબર પડતી હોવાથી લઈને અન્ય ઘણા પ્રશ્નોને લઈને મહેસુલ વિભાગના સચિવ સહિતના લોકોને માંગ કરવામાં આવી હતી.
