Gujarat

વલસાડની મસ્જિદમાં ૨ મોબાઈલ અને ૧ પાકિટની ચોરી સીસીટીવીમાં કેદ

વલસાડ
મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસની શરૂઆત થતાંની સાથે શહેરમાં આવેલી મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો ઈબાદત કરવા આવતા હોય છે. નમાઝ પૂર્ણ થયા બાદ કેટલાક મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં ઊંઘી ગયા હતા. જે દરમિયાન લોકોની નજર ચૂકવી એક અજાણ્યો ઈસમ મસ્જિદમાં પ્રવેશી ઊંઘતા મુસ્લિમ બિરાદરોની બાજુમાં મુકેલા ૨ મોબાઈલ અને એક પાકિટ ઉપર હાથ સફાઈ કરી ફરાર થઇ ગયો હતો. થોડીવાર બાદ મસ્જિદમાં ઊંઘતા ૨ યુવાનો પૈકી એક જાગી જતા તેણે પોતાનો મોબાલ શોધતાં મળ્યો નહોતો. તેણે બાજુમાં સુતેલા યુવકને ઉઠાડી મોબાઈલ અંગે પૂછતાં તેનો પણ મોબાઇલ અને પાકિટ ચોરાયું હોવાની જાણવા મળ્યું હતું. ઘટના અંગે ગ્રીન પાર્ક ખાતે આવેલી મસ્જિદના અગ્રણીઓને ઘટનાની જાણ કરતા ઘટના સ્થળના સીસીટીવી ફુટેજમાં ચેક કરતા એક અજાણ્યો ઈસમ ચોરીછુપે આવીને ઊંઘતા બંને લોકોના મોબાઇલ અને એક પાકિટ ચોરી ભાગી છૂટ્યો હતો. ઘટના અગ્રણીઓએ સમાજની મીટિંગ કર્યા બાદ તેઓ પોલીસ ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં મસ્જિદમાં થયેલી ચોરી ચર્ચાનો વિષય બની છે.વલસાડના ગ્રીન પાર્ક ખાતે આવેલી મસ્જિદમાં ઊંઘતા ૨ મુસ્લિમ બિરદારોના મોબાઈલ અને પાકિટની અજાણ્યા ચોર ઇસમે હાથ સફાઈ કરી હતી. બંને યુવકો ઉઠ્‌યા ત્યારે મોબાઈલ અને પાકિટ ચેક કરતા ૨ મોબાઈલ અને ૧ પાકિટ ચોરાઈ ગયાની જાણ થઈ હતી. ઘટનાની જાણ અગ્રણીઓ અને ટ્રસ્ટી મંડળના સભ્યોને થતા તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યો ઈસમ ઊંઘનો લાભ લઈ હાથ સફાઈ કરી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા આ ચોરી શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

2-mobiles-and-1-wallet-stolen-the-whole-incident-captured-on-CCTV.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *