Gujarat

વોટર મેનેજમેન્ટ ફોરમ, અમદાવાદ અને  ફતેહસિંહજી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે  “પાણી બચાવો” વિષય પર પોસ્ટર એક્ઝિબિશન તથા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

એસ એફ હાઈસ્કૂલ, છોટાઉદેપુર ખાતે
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી  ક્રિષ્નાબેન પાંચાણી આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હતા. જેમણે કાર્યક્રમનું ઇનોગ્રેશન કર્યું તથા આ કાર્યક્રમમાં વોટરમેનેજમેન્ટ ફોરમના ડાયરેક્ટર  વિજયભાઈ સોલંકી, બોર્ડના સદસ્ય મુકેશભાઈ પટેલ, સિંચાઇ વિભાગમાંથી ભાવસાર તથા એસ એફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ફતેહસિંહજી હાઈસ્કૂલના સુપરવાઈઝર  હર્ષદભાઈ ભટ્ટએ કર્યું હતું. સૌ પ્રથમ પ્રાર્થના બાદ સૌ મહેમાનોએ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમને  ખુલો મુક્યો હતો. ત્યારબાદ આચાર્ય હિતેશ ભાઈ  ચૌહાણ શબ્દપુષ્પોથી સૌ મહેમાનોને આવકાર્યા હતા.તથા મહેમાનોના પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ક્રિષ્નાબેન પાંચાણીએ પોતાના વક્તવ્યમાં જળ બચાવવાની વાત કરી હતી. સૌ વિદ્યાર્થીઓ જળ બચાવવાનો મનમાં જ સંકલ્પ લે તેવો નિર્ધાર કરાવ્યો હતો. ત્યારબાદ ડાયરેક્ટર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને જળ બચાવો અંતર્ગત વિડીયો બતાવવામાં આવ્યો તથા પી.પી.ટી. દ્વારા કાર્યક્રમની સમજ આપવામાં આવી. બોર્ડના સદસ્ય મુકેશ પટેલએ જળ બચાવવાની જરૂરિયાત પર વાતો કરી. મહેમાનોના પ્રવચન બાદ વિદ્યાર્થીઓ માટે પ્રદર્શની યોજવામાં આવી જેમાં શાળાનાં દરેક વિદ્યાર્થીઓએ પ્રદર્શની નિહાળી.તથા શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ  પોસ્ટર બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો. હાઈસ્કૂલના દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનું કોર્ડીંનેશન એસ.એફ.હાઈસ્કૂલના શિક્ષક એચ.જે.ધામેલીયા દ્વારા કરવામાં આવ્યું. એસ.એફ.હાઇસ્કુલ શાળા પરિવારના તમામ સદસ્યોના સાથ અને સહકારથી આ કાર્યક્રમ ખુબ જ સુંદર રહ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220804-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *