Gujarat

શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડાનું ગૌરવ.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ

સારથિ શાળા વિકાસ સંકુલ,ભાનેર મુકામે કઠલાલ તાલુકાનો શૈક્ષ.વર્ષ-2021-22નું ગણિત,વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ઓનલાઈન મોડથી યોજાયું.શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડા તરફ વિભાગ-5 માં “SAVE THE EARTH”-પૃથ્વી બચાવો- કૃતિ રજૂ કરવામાં આવી હતી.વિભાગ-5 માં નિર્ણાયકશ્રીઓ દ્વારા શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડાની કૃતિ પ્રથમ ક્રમે પસંદ કરવામાં આવી હતી. કઠલાલ તાલુકા કક્ષા અને સંકૂલ કક્ષાએ કૃતિ પ્રથમ ક્રમે આવતા શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડાનું ગૌરવ વધેલ છે. શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે શાળાનું ગૌરવ વધારવા બદલ બંને બાળવિજ્ઞાનીઓ બારૈયા હીના,બારૈયા મિતલ,શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી એચ.એમ.પસાયતા અને વી.ડી.પરમારનો આભાર માની – અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20220208-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *