શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામના પરમ અધ્યક્ષ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદ હસ્તે પૂજ્ય માંનભાઈના જીવન ચરિત્રના હિન્દી પૂસ્તકનું વિમોચન થયું શ્રી નિર્મોહી બેન ભટ્ટ દ્વારા તૈયાર થયેલ શિશુવિહાર સંસ્થાના સ્થાપક પૂજ્ય માંનભાઈના જીવન ચરિત્રના હિન્દી પૂસ્તકનું વિમોચન થયું.આ પ્રસંગે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામની રૂપિયા 500000 ની સૌજન્ય સહાયથી તૈયાર થયેલ ગરીબ અને અસહાય બાળકો માટેની સ્કુલ કીટ વર્ષ 2022..નું પણ ગુરુજીના વરદ હસ્તે લોકાર્પણ થયું . ભાવનગર મહા નગરપાલિકાના પૂર્વ ઇજનેર રમેશભાઈ આહલપરા … શિશુવિહાર સંસ્થાના મંત્રી ડૉ નાનકભાઈ ભટ્ટ તથા સહ કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાયેલ ઉપક્રમ પ્રસંગે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ શિશુવિહારની નિષ્કામ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી .
તસવીર-વિપુલ લુહાર,બોટાદ


