ઘટનાના પગલે રસ્તાની ધારે મરચાની થેલીઓ પથરાઇ હતી. કુક્ષી (મ.પ્ર.) થી સાંજે આશરે પાંચેક વાગ્યાના સુમારે સુનિલ હજરુંસિંગ નિગમ(રહે.જોગતલાઈ ૨ તા.કૂક્ષી) તેની સાથે રાકેશ બગેલ (અલવાની, તા.ફુક્ષી) મરચાં ભરેલી પિકઅપ ગાડી લઈને અમરેલી માર્કટમાં વેચવા જતા હતા. એ વખતે લોટિયા ચોકડી પાસે અચાનક જ પિકઅપ ગાડીનું ડ્રાઈવર સાઈડનું પાછળનું ટાયર ફાટ્યું હતું, જેથી પિકઅપ ગાડી હાલક ડોલક થવા લાગી હતી. ડ્રાઈવરે ગાડીને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાડી પર કાબૂ મેળવી શક્યો નહીં. અને સાથેનો ક્લીનર રાકેશ બગેલ પિકઅપમાંથી ફુદયો પણ પિકઅપ ગાડી પલટી ખઈ તેની ઉપર જ આવી પડી. અકસ્માત બાબતે જાણ થતાં લોકો દોડી આવ્યા અને પિકઅપ ગાડીને સીધી કરી, પણ ગાડી નીચે દબાઈ ગયેલ રાકેશ બગેલનું ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

