Gujarat

સરકારની યોજનાનો લાભ મળવાથી અમે પગભર થયા છે : લાભાર્થી રતનબેન કોરીયા

 ગીર સોમનાથ જિલ્લામા ભાલકા તીર્થ ખાતે ૨ સપ્ટેમ્બર શુકવારે સાજે ભારત સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીકન્ઝ્યૂમર અફેર્સફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયૂષભાઈ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમા મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

        લોકહીત માટે સરકાર નવી નવી યોજનાઓ અમલમા મુકે છે. લોકો પગભર થાય તેમજ લોકોના જીવન ધોરણમા સુધારો આવે અને  વધુ લોકો સરકારની  યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે

            આ તકે ભાલપરાના રતનબેન  ચીનાભાઈ કોરીયાએ જણાવ્યુ હતુ કે, અમારે પહેલા કોઈ આવકનુ સાધન ન હતુ  એટલે ચિંતા થતી હતી. પછી મને સરકારની  વિધવા સહાય યોજના અને  સિલાઈ મશીન યોજનાની માહીતી મળી હતી  અને તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરી હતી કોઈ પણ મુશ્કેલી વગર મને આ બંન્ને યોજનાનો લાભ મળ્યો છે. આ યોજનાનો લાભ મળવાથી અમે પગભર બન્યા છે. વધુ જણાવતા કહ્યુ હતુ કે, કોરોનાની મહામારીમા પણ અમારે કોઈ પાસે લાબો હાથ કરવો પડ્યો નથી અને હવે કોઈ ચિંતા રહેતી નથી તેમજ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, સરકારની  યોજનાનો લાભ મળવાથી અમે આત્મનિર્ભર બન્યા છે.

ratanben-koriya.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *