Gujarat

સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસ સ્વામીએ સંતો સાથે પાળીયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યા માં દર્શન કર્યા… 

આજરોજ તારીખ 20/12/2022 ને મંગળવાર ના રોજ સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસ સ્વામી તથા સંસ્થા ના સૌ સ્વામીઓ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા માં દર્શને આવેલ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને  ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરી જગ્યા ના પૂરા પરિસર ની મુલાકાત લઈ જગ્યા ના અશ્વો જે મહારાષ્ટ્ર ના સરાંગખેડા ખાતે  ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલ એવા ઘોડી કેડી, ઢેલ અને હરનીયા ને બિરદાવ્યા અને પૂજ્ય વિસામણ બાપુ ના જન્મસ્થળ ના દર્શન કર્યા   ત્યારબાદબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા સૌ સંતો ની પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું સંતો દ્વારા પણ પૂજ્ય ભયલુબાપુ નું સન્માન કરાયું ત્યારબાદ સૌ એ જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા, અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત લઈ જગ્યા ની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈ આનંદ વ્યક્ત કર્યો અને પ્રસાદ લઈ ખુબ ધન્યતા અનુભવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો….
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

IMG-20221220-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *