મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર દ્રારા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનાં બાળકો તથા સ્ટાફ સાથે વાર્તાલાપ કરી તથા સર્વે સંસ્થાઓના વિવિઘ વિભાગોની મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવેલ હતું. મંત્રીશ્રીએબાળકોને મળતી સેવાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. સંસ્થાઓની મુલાકાત દરમ્યાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો.પ્રાર્થનાબેન શેરસિયા દ્રારા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારનું સ્વાગત કરવામાં આવેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અંતર્ગતના વિભાગોની તથા સંસ્થાઓની કામગીરીથી સંતોષ વ્યકત કરેલ હતો તથા તેમની કામગીરીને બીરદાવેલ હતી.
આ મુલાકાત દરમ્યાન પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઇ ચાવડા, નિયામકશ્રી વિકસતી જાતિ શ્રી ખમાણ, નિયામકશ્રી સમાજ કલ્યાણ શ્રી ઘનશ્યામ વાઘેલા,સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના અધિક્ષક્શ્રી ડો.વી.કે મેવાડા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જ્યોત્સનાબેન હરણ,પ્રોબેશન ઓફિસરશ્રી એમ.એમ.વ્યાસ, સીનીયર કલાર્ક શ્રી બી.સી.પ્રેમાણી તથા વિવિધ વિસ્તારના આગેવાનો અને સંસ્થાઓના સર્વે સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
