Gujarat

સામૈયા અને ઢોલ-નગારાં સાથે વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતો રાણપુર તાલુકો રાણપુર તાલુકાના ઉમરાળા ખાતે વંદે ગુજરાત વિકાસરથનું ઉત્સાહભેર સ્વાગત

વિકાસયાત્રાના બીજા દિવસે અંદાજે ૬૦૦થી વધુ લોકો કાર્યક્રમમાં સામેલ થયા
રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરવાતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના બીજા દિવસે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામમાં ગ્રામવાસીઓએ વિકાસ રથયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાણપુર તાલુકાના અંદાજે ૬૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકીના  અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તેમણે વિકાસયાત્રાની ઉજવણી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની તમામ લોકોપયોગી યોજનાઓથી લોકો વાકેફ થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ તેનો લાભ મેળવી શકે તે માટે સરકાર તેમજ વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા પંચાયતના તમામ સભ્યો, સરપંચ,ગામના આગેવાનો, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220707-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *