Gujarat

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય શ્રીના કાર્યાલય નીચે ગેસ, પટ્રોલ ડીઝલની મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવેલ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ધારાસભ્ય શ્રીના કાર્યાલય નીચે ગુજરાત સરકાર શ્રી દ્વારા સતત ભાવ વધારો કરી રહી છે જેમાં ગેસ, પેટ્રોલ, ડીઝલના  ભાવો આસમાને પહોંચતાં આમ જનતાને માર પડી રહ્યો છે. લોકોને હાલના  સમયમાં ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આ ભાજપ સરકાર શ્રી દિન પ્રતિદિન આવશ્યક ચીજ વસ્તુઓમાં ભાવ વધારી રહી છે, જેમાં કોંગ્રેસની વિચાર ધારા અને લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા અવાર નવાર વિરોધપ્રદર્શન કરવા મજબુર થવું પડે છે. તેમ છતાં આ સરકાર લોકોની સંવેદનાં સમજી શકતી નથી, સરકાર પોતાની સત્તામાં મદમસ્ત બનીને આમ જનતાને ભગવાનના ભરોસે મુકીને પોતાની વાહવાહમાં મસ્ત બનીને જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ કરી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસની વિચારધારા મુજબ સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે ભાજપ સરકારની નીતિ સામે વિરુધ્ધ સુત્રોચાર કરી પ્રદર્શનનો કાર્યક્ર્મ રાખવામાં આવેલ  અને સરકાર આ આવશ્યક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો ના કરે તેનું રસ્તા રોકી અને કોંગ્રેસ આગેવાનો અને પ્રતિનિધિઓ રોડ પર બેસીને વિરોધ દર્શાવેલ હતો,  જેમાં  તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, શહેરી કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયા કાર્યકારી પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી મહેશભાઈ જ્યાંણી જીલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી શ્રી હાર્દિકભાઈ કાનાણી, જીલ્લા કોંગ્રેસ સમિતિ મંત્રી ભરતભાઈ ગીડા, જીલ્લા કોંગ્રેસ અનુ.જાતિ ચેરમેન હસુભાઈ બગડા, નાસીરભાઈ ચૌહાણ, સદસ્ય નગરપાલિકા, અશોકભાઈ ખુમાણ સદસ્ય નગરપાલિકા, રાજેશભાઈ ચૌહાણ સદસ્ય નગરપાલિકા,તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન શ્રી અશ્વિનભાઈ ધામેલીયા , ભૌતીક્ભાઈ સુહાગીયા યુથ કોંગ્રેસ જીલ્લા ઉપ પ્રમુખ કુમનભાઈ રૈયાણી યુથ કોંગ્રેસ તાલુકા પ્રમુખ  જયદીપભાઈ ખુમાણ ઉપ-પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ, તેમજ આગેવાનો અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કાર્યકરો, ગોવિંદભાઈ વેકરીયા, દીપકભાઈ સભાયા, મનીષભાઈ કાનાણી, જસુભાઇ ખુમાણ, વીરડી તાલુકા સદસ્ય ,વિનુભાઈ ગુંદરણીયા તાલુકા સદસ્ય ધાર, જીતેશભાઈ જયાણી, વિપુલભાઈ જ્યાણી  તેમજ અન્ય કાર્યકર્તા મિત્રો અને આગેવાનો હાજર રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *