સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો સાવરકુંડલા અને તાલુકાનાં લોકો ખૂબ જ ધાર્મિક, માયાળુ અને સેવાભાવી પ્રકૃતિ ધરાવતાં લોકો છે. અહીં અનેક પ્રકારનાં સામાજિક તથા ધાર્મિક સેવા યજ્ઞો થતાં જ રહે છે. એમાં સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના લોકો દરેક ક્ષેત્રે હમેશાં આગવું સ્થાન ધરાવે છે. ભુવા ગ્રામ્યજનોએ સૌ સાથે મળીને અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે સેવા દાન કરવાનો સંકલ્પ કર્યો અને જોતજોતામાં તો ૧૭ સભ્યોની ટીમ તૈયાર થઈ ગઈ. હજુ પણ વધુ યુવાનો જોડાવા આતુર છે. જેમાં ગૌતમભાઈ પાઘડાળ, ભરતભાઈ ડાંગર, યુવરાજભાઇ ખુમાણ, કુલદીપભાઈ વિછીયા, ખોડુભાઈ ખુમાણ, રણધીરભાઈ વિછીયા, જયપાલભાઈ વિછીયા, ઉદયભાઈ ખુમાણ, મહીરાજભાઈ વિછીયા, યોગરાજભાઈ વિછીયા, ઉમેશભાઈ ભાલાળા, મગનભાઈ ગેડીયા, હાર્દિકભાઈ ભાલાળા, રાજુભાઈ વિછીયા, નિર્મળભાઈ વિછીયા, રિપલભાઈ ભાલાળા અને કુલદીપભાઈ કાનાણી સમેત આ યુવા ટીમ અહીં માનવમંદિર ખાતે સેવા દાન અર્પણ કરશે. આમ સામાજિક સમરસતા અને સામાજિક દાયિત્વની ભાવના બળવતર બનશે. આ સેવાદાનમાં આશ્રમમાં સાફ સફાઈ, વૃક્ષોને પાણી પાવું,ભોજન પીરસવું જેવી સેવાઓ આ ટીમ કરશે. અહીં માનવ મંદિર ખાતે હરિના બાળકો નિવાસ કરે છે અને પરમ પૂજ્ય ભક્તિરામ બાપુનાં રાહબરી હેઠળ સમગ્ર માનવમંદિરની સેવા પ્રવૃત્તિઓ ધમધમતી જોવા મળે છે. પૂ. ભક્તિરામ બાપુ પણ પ્રકૃતિ પ્રેમી હોય વૃક્ષોનો ઉછેર અને પ્રાકૃતિક સૌંદર્યનું સંવર્ધન પણ અહીં થાય છે. આમ ગણો તો આ માનવમંદિર પણ ખરેખર એક વૃંદાવન ધામ જ ગણાય છે..અને હા, આ માનવમંદિરનાં પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ હમેશાં લોકોને અહીં એક મુલાકાત લેવાનો આગ્રહ કરે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે લાંબો હાથ કરતાં નથી. એ તો સ્પષ્ટ કહે છે કે આપનાં હ્રદયમાં ઈશ્ર્વર વસે તો આ સંસ્થાને આ સંસ્થાના સેવાકાર્યોને લક્ષમાં લઈને આર્થિક યોગદાન કરશો.
