સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર મેઈનબઝારમા બિરાજમાન શ્રી કુંડલપુર હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે યોજાશે શ્રી કુંડલપુર હનુમાનજી મંદિર પાટોત્સવ. આ સંદર્ભે મંદિરના મહંત શ્રી કરશનગિરિબાપુ, લઘુમહંત શ્રી બાવ બાપુ દર્શનગિરિ બાપુ ગોસ્વામી (લાલબાપુ) તથા સેવકગણ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ. આ માંગલિક પ્રસંગમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે..ભાવિકોએ લાભ લેવા જેવો રૂડો અવસર. બગસરાના નામાંકિત ગ્રુપ દ્વારા સુંદરકાંડનું સંગીતમય શૈલીમાં ગાન થશે. ધ્વજારોહણ, મહાપૂજા, સુંદરકાંડ હોમાત્મક પંચકૂંડી યજ્ઞ જેવા માંગલિક પ્રસંગોથી ભૂમિ પાવન થશે.
———————————————————————
સાવરકુંડલા શહેરના હાર્દ સમા ભરચક વિસ્તાર એટલે મેઇન બઝાર આ મેઈન બઝાર સ્થિત શ્રી કુંડલપુર હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે તારીખ ૨૩ને શનિવારના રોજ હનુમાનજી મહારાજના પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ મંગલમય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ સંદર્ભે શનિવારે રાત્રે ૯-૩૦ વાગ્યે બગસરાના નામાંકિત ગ્રુપ દ્વારા સંગીતમય અને ભક્તિમય શૈલીમાં સુંદર કાંડના પાઠ કરવામાં આવશે રવિવારે સવારે ૮ કલાકે ધ્વજારોહણ, ૯ કલાકે મહાપૂજા અને સવારે ૯- થી સાંજના ૫ વાગ્યાસુધી સુંદરકાંડ પંચકૂંડી હોમાત્મક યજ્ઞ સાંજે ૫ વાગ્યે બીડુ હોમવામાં આવશે. આ સમગ્ર માંગલિક પ્રસંગમાં સંતો મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ સ્વામિ શ્રી હરિહરાનંદજી બાપુ – ભારતી આશ્રમ જુનાગઢ, શિવ સ્વરૂપા પૂ. ઉષામૈયા- શિવદરબાર આશ્રમ કાનાતળાવ, મહંત શ્રી કૃષ્ણમૂર્તિ – (ઉદાસીન પંચાયત અખાડા બડા) ભૂતનાથ મહાદેવ નેસડી, મહંત શ્રી અમરગીરી બાપુ ગરાળ, ઉના, થાણાધીપતિ ઉદયગીરી મહારાજ – અમરેલી, મહંત શ્રી ભકતિગીરી માતાજી – દામનગર (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ), નારણદાસ સાહેબ (મહંત શ્રી કબીર ટેકરી – સાવરકુંડલા), રાધે રાધે નિમ્બાર્ક આશ્રમ ઓળીયા, પ. પૂ. કોઠારી સ્વામીશ્રી હરિસ્વરૂપદાસજી – શ્રી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, માતાજી સરસ્વતી ભારથી – વાંક ને આરે સાવરકુંડલા, શ્રી રમુદાદા – જલારામ મંદિર સાવરકુંડલા, શ્રી દેવરામબાપુ – નેસડી, શ્રી ઘનશ્યામબાપુ રામાનુજ – સાવરકુંડલા, શ્રી નાનકરામબાપુ – રામજી મંદિર કરજાળા આ માંગલિક પ્રસંગમાં ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવશે સમગ્ર કાર્યક્રમના નિમંત્રક કુંડલપુર હનુમાનજી મંદિર- મહંત શ્રી કરશનગિરિ બાપુ, લઘુ મહંત શ્રી બાવબાપુ, દર્શનગિરિબાપુ ગોસ્વામી (લાલબાપુ) તથા સમગ્ર સેવકગણ દ્વારા આ માંગલિક કાર્યક્રમમા ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ માંગલિક પ્રસંગોના મુખ્ય મનોરથી સ્વ. સંજયકુમાર મગનલાલ બનજારા (બાલાભાઈ) છે.

