સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————-સાવરકુંડલા ખાતે આવેલ ખાદીકાર્યાલય પાસે આવેલ પટેલ છાત્રાલય પાસે કાજલબેન દીપકભાઈ પરમાર અને મનીષાબેન કિશોરભાઈ મકવાણા નામની બંને મહિલાઓ પસાર થતી વેળા કોઈ બે અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેકથી હુમલો કરવામાં આવેલ. અહીં બંને ભોગ બનનાર મહિલાઓને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાથી સાવરકુંડલા શહેરનાં લોકોમાં ભારે ચકચાર જાગી છે. પોલીસ તપાસ ચાલુ છે વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.
