સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ તારીખ ૧૯-૬-૨૦૨૨ ને રવિવારે સાવરકુંડલા શહેરમાં લોહાણા બોર્ડિંગ ખાતે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એક્યુપ્રેશર નિદાન સારવારનો કેમ્પ યોજાયો હતો. આ તકે સાવરકુંડલા શહેરનાં બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ સાવરકુંડલા માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામ બાપુ દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. ખાસકરીને શરીરના મહત્વના અંગો જેવા માથાનો, ડોકનો, ખંભાનો, કમરનો, હાથ તથા પગનો તથા મણકાના દુખાવામાં પાંચ મિનિટમાં સારવાર દરમિયાન આરામ મળે છે. આ કેમ્પમાં પ્રખ્યાત એક્યુપ્રેશર થેરાપીસ્ટ લાયન શ્રી ભાયલાલભાઈ કે. ધીણોજા(ગોંડલ) શ્રી કિશોરભાઈ વાળા – રાજકોટ, શ્રી દિનેશભાઈ ખખ્ખર-રાજકોટ, શ્રી અરવિંદભાઈ પરમાર – રાજકોટ, શ્રીમતી વર્ષાબેન આર. ધીણોજા(ગોંડલ) વગેરેએ પોતાની માનદ સેવાઓ આપી હતી. તદુપરાંત આ સાથે ડાયાબીટીસ અને બી.પી નું ફ્રી ચેકઅપ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના મેહૂલભાઈ વ્યાસના સહયોગથી કરવામાં આવેલ.
આ કેમ્પમા એક્યુપ્રેશર કેમ્પમાં ૧૧૩ દર્દીઓએ લાભ લીધો અને ડાયાબિટીસ અને બી.પીના તપાસમાં કુલ ૬૫ દર્દીઓએ લાભ લીધો હતો.આમ સાવરકુંડલા શહેરમા લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે એક્યુપ્રેશર નિદાન સારવારનો કેમ્પ તથા ડાયાબિટીસ અને બી.પીના ફ્રી ચેકઅપ કેમ્પને ભારે સફળતા મળી હતી. સાવરકુંડલા લાયન્સ કલબના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયા, સેક્રેટરી દેવચંદભાઈ કપોપરા, વાઇસ પ્રેસિડેન્ટ કમલ શેલાર, ટ્રેઝરર દિપક બોઘરા સમેત તમામ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા પરિવારના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.


