Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા ખોડિયાર ચોક પાસે ડો. પરમાર સાહેબના દવાખાના પાસે તથા આજુબાજુના ખાડા બુરાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર ખોડિયાર ચોક પાસે ડો. પરમાર સાહેબના દવાખાન પાસે તથા પાસેની બજરંદાસબાપાની ઝૂંપડી પાસે આ વરસાદી માહોલ દરમિયાન પડેલા મોટા મોટા ખાડા બુરાતાં હંગામી ધોરણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે આગામી વરસાદી વાતાવરણમાં આ બુરેલા ખાડા કેટલા કારગર રહે છે એ તો સમય જ કહેશે પરંતુ હાલ ખાડા બુરાઈ જવાથી લોકો ખાસકરીને વૃધ્ધજનો અને બાળકોને રાહત થઈ.
જો કે આ ચોમાસામાં હજુ એવો જોરદાર વરસાદ તો પડ્યો જ નથી ત્યાં શહેરના રસ્તાઓ ઉપર ખાડા જોવા મળતાં લોકો પણ આ રસ્તાની ગુણવત્તા વિશે પ્રશ્નાર્થ કરતાં જોવા મળેલ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *