Gujarat

સિડોકર મદ્રેસાનો વાર્ષિક ઉત્સવ યોજાયો, હિન્દુ સંતો અને મુસ્લીમ ઉલ્માઓએ આપી હાજરી કોમી એકતાના દર્શન થયા

માંગરોળ
સિડોકર મદ્રેસાનો વાર્ષિક ઉત્સવ યોજાયો, હિન્દુ સંતો અને મુસ્લીમ ઉલ્માઓએ આપી હાજરી કોમી એકતાના દર્શન થયા
   વેરાવળ ના સિડોકર ખાતે મુફ્તી હનીફ માગરોલી દ્રારા સંચાલીત જામીઅહ તાલિમુદ્દીન મદ્રેસાનો વાર્ષિક ઉત્સવ અને સમુહ શાદી યોજાય હતી, જેમાં  ગુજરાત ના પ્રખ્યાત મુસ્લીમ  મૌલાના મુફ્તી હનીફ લુહારવી અને સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ ચાપરડા વાડાએ હાજરી આપી દેશમાં ફેલાતા  નફરતી વાતાવરણ ને  મુહબ્બત અને ભાઈચારા માં ફેરવવા હિન્દુ મુસ્લીમને આહવાન કર્યું હતું,
         આ વાર્ષીક ઉત્સવમાં 32આલીમ,17 હાફીઝે કુરઆન, અને 38કારી કોષ પુર્ણ કરતા મહેમાનો દ્રારા સન્માનીત કરી ડીગ્રી ઈનાયત કરાય હતી, જ્યારે સમુહ શાદીમાં ભાગ લેનાર નવ દંપતિને મહાનુભાવે દુવાઓ સાથે 35 હજારનું કરીયાવર આપવામાં આવ્યું હતું,
   આ અવસરે સરઝમીને ગુજરાતના માયાએ નાઝ મુહદદીષ હઝરત શૈખુલ હદીષ મવલાના મુ.હનીફ લુહારવી (દા.બ.) એ સઁસ્થા ની વિવિધ ભવ્ય કામગીરીને બિરદાવી કોમી એકતા અને *દેશમાં નફરતના વાતાવરણ ને મુહબ્બતમાં ફેરવવા સર્વ ધર્મ ના આદર સન્માન જાળવો” મુફતી હનીફ લુહારવી*
 તેમજ તૌહીદ અને નિકાહી જીવનમાં પરસ્પર હક્કોની અદાયગી બાબત કુરઆન હદીસથી હાજર લોકો તેમજ લાઈવ પ્રોગ્રામના માધ્યમથી હઝારો લોકો ને ફૈઝ પહોંચાડેલ આ મુબારક મોકા ઉપર મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રેસિડેન્ટ શ્રી મુક્તાનંદ બાપુ (ચાપરડા વાળા)એ દેશનાં *નફરતના,ભયના વાતાવરણ માં નફરતને મુહબ્બતમાં ફેરવવા રાષ્ટ્ર પ્રેમ, સદભાવના,બંધારણનું પાલન રાષ્ટ્ર ભાવના સાથે હળીમળીને રહો* મુક્તાનંદ બાપુ
  દરેક ધર્મ નો આદર રાખવા ખાસ ભાર દઈ આના માટે શેખ હનીફ લુહારવી અને મુફ્તી હનીફ સાહેબ જડા સાથે મળી દેશભરમાં પ્રોગ્રામ યોજી કોમી એકતા ભાઈચારા અને શાંતિ સલામતી બની રહે દેશ પ્રગતિ કરે તે માટે કૌમી યકજહતીના પ્રોગ્રામો સાથે મળી આવનાર સમયમાં કાર્યક્રમો યોજશે. સાથેજ જામીઅહના વિધાર્થીઓએ મધુર અવાઝમાં તિલાવત,નાત અને તકરીરો કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગ જામીઅહની મસ્જિદમાં સવારના ૯ કલાકથી બપોરના ૧:૩૦ સુધી રહ્યો હતો અને પાંચ હજાર જેવી પબ્લિક ના જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ પ્રસંગે મુખ્ય મહેમાનો સાથે અતિથિ માંગરોળ પાલિકા પ્રમુખ મો.હુશેન ઝાલા પીએસઆઈ રામ સાહેબ,રામ કૃષ્ણ સન્યાસ આશ્રમ ના પ્રમુખ શ્રી અને રાજુભાઇ ડાભી (ભાજપ મહામંત્રી ગીર સોમનાથ)  રાધે રાધે ,ટાંક સાહેબ (ઉપ પ્રમુખ ગીર સોમનાથ તેમજ પાટણ સોમનાથ પીએસઆઇ  બોદું  સાહેબ તેમજ સંચાલક શ્રી સીમાર હાઈ સેકેન્ડરી સ્કૂલ તેમજ સાથે જ દુબઇથી હાજી અ.લતીફ મકલાઈ હાજી અ.રઝ્ઝાક હાજી યુનુસ હાજી ફારૂક શેઠ મકલાઈ અને હાજી ઇસ્માઇલ અલાના સાહબ તેમજ અમેરિકા થી હાજી અબ્બાસ હાજી મુહમંદ કેનેડાથી હાજી ઇબ્રાહિમ યુ.કે.થી મૌલાના ઇકબાલ સાહબ હાજી અ.સત્તાર અને સૌરાષ્ટ્રભર માંથી મહાનુભવોની પધરામણી થયેલ હતી સંસ્થાનો રનિંગ ખર્ચ અને આવતા વર્ષ ના દોઢ કરોડના બજેટ તેમજ મદ્રસહ અને સ્કૂલ પ્રાઇમરી થી સેકેન્ડરી હાઇ સેકેન્ડરી નો શૈક્ષણિક રિપોર્ટ સાથે સઁસ્થા ના પ્રિન્સિપાલ મુફ્તી હનીફ સાહબ ને જમીયત ઉલમાં એ હિન્દ ગુજરાત ના પ્રેસિડેન્ટ બનાવવાથી મુક્તાનંદ બાપુ દ્વારા સન્માન કરાયેલ સમગ્ર પ્રોગ્રામ આયોજન મવલાના ફિરોઝ સાહબ અને સ્ટાફગણ અને મવલાના ઇમરાન પટણી તેમજ મુફ્તી હુસેન શેખલાલએ કરેલ અને પ્રોગ્રામ ને સફળ બનાવેલ હતો.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220307-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *