Gujarat

સુત્રાપાડા તાલુકા હેલ્થ કચેરી ખાતે એસ.બી.સી.સી. કમિટીની બેઠક મળી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડી.આઇ.ઇ.સી. ઓ તથા સહાયક દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
 ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. એચ. એચ. ભાયાની સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી સુત્રાપાડા ખાતે એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના માહિતી પ્રસારણ અધિકારીશ્રી પ્રશાંતભાઇ વ્યાસ અને તોસિફભાઈ શેખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લોકોનું વલણ બદલવાં માટે નિરંતર પ્રયાસો અને આરોગ્ય શિક્ષણ માટે આપણે શું કરી શકીએ તેની સમજણ આપવામાં આવી હતી.
ઉપરાંત જિલ્લાના દરેક ગામમાં લોક આગેવાનો, ધાર્મિક નેતાઓ અને દૂધ મંડળી, રાશન શોપ ડીલર વગેરેને સાથે લઈને આરોગ્યલક્ષી માહિતી આપી સરળ, સહજ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકાય તે માટે એલ.બી.સી.સીની કમિટીની વાત સમજાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ તાલુકા સુપરવાઈઝરે કરી હતી. આ બેઠકમાં આસપાસના આરોગ્યકેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *