હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ
આગામી તા 9/10/2022 ને રવિવાર ના રોજ અજરત મહમદ પૈગમ્બર સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ઉજવવામાં આવતા પર્વ ઇદે મિલાદ નિમિતે સુત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી મુશલીમ સમાજ ના આગેવાનો ની હાજરી માં સુત્રાપાડા પીએસઆઇ, આર ,આર ,ગરચર દ્વારા મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં પીએસઆઇ ગરચર દ્વારા
નિયમો નું પાલન કરવા અને ચુસ્ત પણે કોઈ અ ઘટિત ઘટના ન બને તે ધ્યાને રાખી પર્વ ઉજવવા અનુરોધ કરાયો હતો જેમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે નીકળતા ઝુલ્લુસ સમયે પોલીસ બંદોબસ્ત રાખવા અને નિયમો ને આધીન યોગ્ય સમય માં પર્વ ઉજવવા જણાવ્યું હતું જેમાં સુત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી મુશલીમ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટાફ પીએસઆઇ આર,આર, ગરચર તેમજ રોહિત ભાઈ ચાવડા, બનેશીંગભાઈ મોરી, માલદેભાઈ ભોળા,પ્રતાપસિંહ સીસોદીયા, વિજયભાઈ જીલાડીયા, સહિત ના સ્ટાફ હાજર રહ્યા હતા

