સુરત
આમ આદમી પાર્ટીના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા મહિલાના વોટ્સઅપ ગ્રુપમાં આ જીઆઈએફ મૂકાયું હોવાનું જાણવા મળ્યું છે. મહિલા વોર્ડ નંબર ૨૭માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમના દ્વારા જે તે સમયે આપ સુરત નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં મહિલા ઉમેદવાર પોતે તેમજ મહિલાઓ પણ સક્રિય છે. આમ આદમી પાર્ટીના શહેર સંગઠન મંત્રી રજની વાઘાણીએ જણાવ્યું કે અમારે આ ગ્રુપની સાથે કોઈ જ સંબંધ નથી. આ ગ્રુપ કોનું છે તે અંગે પણ અમને કોઈ માહિતી નથી. ગ્રુપના એડમિન મહિલા આમ આદમી પાર્ટી સાથે અત્યારે કોઈ પણ પ્રકારે જાેડાયેલા નથી. અમારા ધ્યાન પર આ વાત આવી છે પરંતુ એમાં અમારા કોઈ હોદ્દેદારો કે નેતાઓ પણ ગ્રુપમાં ન હોવાનું જાણવા મળ્યું છે. છતાં પણ અમારા દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું અમે વિચારી રહ્યા છે. જાે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટેનું કોઈ કાવતરું રચ્યું હશે તો તેનો પણ અમે પર્દાફાશ કરીશું.આમ આદમી પાર્ટીનાં નામથી બનેલા વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ જીઆઈએફ મૂકાતા સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપ સુરત નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં યુવક દ્વારા અશ્લીલ જીઆઈએફ મૂકવામાં આવી છે. જેને લઇને ગ્રુપની મહિલા સભ્યો પણ અચરજમાં મૂકાઈ ગઈ હતી. રાજકીય પાર્ટીના નામે બનેલા ગ્રુપમાં આ પ્રકારે અશ્લીલ પોસ્ટ થઈ હોય તેવી આ પહેલી ઘટના નથી.


