સુરત
સુરત ગુજરાત પદ્મશાલી મહાસભાનું પરવત ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું.એસએમસી કામ્યુનિટી હોલ, પરવતગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભામાં સુરત, અમદાવાદ, વડોદરા, ગણદેવી, બીલીમોરા, કલોલ, તેલંગાણા અને અન્ય પ્રાંતોથી ૫૦૦૦થી વધારે લોકો આવ્યા હતા. પદ્મશાલી સમાજમાં સામૂહિક લગ્ન માટે આવતી ૩ મહિનામાં કાર્ય કરવામાં ર્નિણય લેવાયો હતો. ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાતમાં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે મિકેનિશિયન અને ગેરેજના માલિકોને નવી રોજગારી મળી રહે તે માટે તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાની મોટો ડિરેક્ટર જેનીશ શાહએ જણાવ્યું હતું કે, દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જાેવા મળે છે. ત્યારે આ નવી રોજગારીની તક છે. જેમાંથી ભવિષ્યમાં સારી એવી કમાણી સાથે યુવાનોને રોજગારી પણ મળશે.


