સુરત
સુરતના મહીધરપુરામાં રૂધનાથપુરા વિસ્તારમાં મુછાળા શેરીમાં દારૂના ખેપિયા સાહિલ પોટલાની અજાણ્યાઓએ હત્યા કરી હતી. સાહિલને પગના ભાગે ચપ્પુના ૩ ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી. કોઈકે ૧૦૮ને જાણ કરતા સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વધારે લોહી વહી જવાથી તેનું મોત થયું હોવાની સંભાવના છે. બનાવ બનતા મહીધરપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સાહિલ ઘર નજીક હતો. દરમિયાન મોપેડ પર આવેલા બેથી ત્રણ હુમલાખોરોએ ઉપરાછાપરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા. દારૂની ખેપ મારતા ખેપિયાની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હત્યા પાછળ દારૂના ધંધાની અદાવત હોવાની ચર્ચા ચાલી રહી છે.સુરતમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ખેપ મારનાર ખેપિયાની અજાણ્યા આરોપીઓએ ચપ્પુના ૩ ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દારૂના ખેપિયાને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
