Gujarat

સુરતમાં હોટલમાં છાપો મારી ડ્રગ્સનું વેચાણ કરતા પોલીસ દ્વારા ૩ની ધરપકડ, ૭.૮૨ લાખનું સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું

સુરત
સુરતમાં હોટલમાં છાપો મારી પોલીસ દ્વારા કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામના ઈસમ અને તેના ૨ સાથીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઈસમો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ ઈસમો પાસેથી ૭,૮૨,૦૦૦ રૂપિયાનું ડ્રગ્સ, ૪૦ હજાર રોકડા, ૩ મોબાઇલ, ૩૦૦ ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામનો ઇસમ ગેરકાયદેસરના ડ્રગ્સનું ચોરી છુપીથી વેચાણ કરતો આવેલો છે અને તે પર્વત પાટીયા, ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ, (ઓવાયઓ)ના રૂમ નંબર-૭માં રોકાયેલો છે. પોલીસને આ ઈસમ પાસે ડ્રગ્સનો મુદ્દામાલ હોવાની પણ માહિતી મળી હતી. ???????ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ (ઓવાયઓ)ના રૂમ નંબર-૭માં છાપો મારી કુખ્યાત આરોપી અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા, અસદ સાકીર રંગુની અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા નામના ઇસમોની ધરપકડ કરી છે. આ ઈસમો પાસેથી એમડી ડ્રગ્સનો ૭૮.૨૨૦ ગ્રામના જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત ૭,૮૨,૨૦૦ રૂપિયા થવા પામેં છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ૩ ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા ૪૦,૦૯૦, ૩ મોબાઇલ, ૩૦૦ ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ ૮,૫૪,૫૯૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે. સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. જ્યારે આરોપી અસદ રંગુની વિરુદ્ધ અઠવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે. પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈ ખાતેથી કોની પાસેથી લાવીને અહીંયા કોને કોને વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *