ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો સરકારનો ઉદ્દેશ
જામનગર તા. ૦૭ માર્ચ, કેન્દ્ર સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં આવેલ ગામઠાણ/આબાદી વિસ્તારની માપણી કરી મિલકતના પ્રોપર્ટીકાર્ડ આપવાની “સ્વામિત્વ” યોજના દાખલ કરવામાં આવી છે. આ યોજના અન્વયે હાલમાં જામનગર જિલ્લાના હેડકવાર્ટરમાં આવેલ જામનગર તાલુકાના સમાવિષ્ટ ગામોના ગામઠાણ/ આબાદી વિસ્તારોની ડ્રોન ફ્લાઇટ દ્વારા માપણી કરવામાં આવી રહી છે.
આ ગામોમાં પંચાયત વિભાગ દ્વારા ગામોમાં આવેલ મિલકતોનું ચૂના માર્કિંગ કરવાની કામગીરી ચાલી રહી છે જે બાદ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા જે તે ગામોમાં ડ્રોન ફ્લાઇટ દ્વારા માપણીની કામગીરી કરવામાં આવનાર છે. જેની શરૂઆત જામનગર તાલુકાના રામપર ગામથી કરવામાં આવી ચૂકી છે. ત્યારબાદ પંચાયત વિભાગના સહકારથી જમીન દફતર ખાતા દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી અને હક્ક ચોકસી કરવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે.
સ્વામિત્વ યોજના હેઠળ સરકારનો ઉદ્દેશ્યતમામ ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાના પરિણામે ગ્રામ્ય વિસ્તારના મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ રૂપે કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. જેના થકી બેંક લોન લેવામાં તથા અન્ય નાણાંકીય/વહીવટી સહાય મેળવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મિલકતના નકશા પ્રાપ્ત થશે તેમજ પ્રોપર્ટી ટેક્સની ચકાસણીમાં સરળતા રહેશે.જેથી માપણીની કામગીરીમાં ગ્રામજનો દ્વારા પૂરતો સહકાર મળે તે માટે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ જામનગરની યાદી દ્વારાઅપીલ કરવામાં આવી છે.
દિવ્યા ત્રિવેદી/દ્રષ્ટિ૦૦૦૦૦૦
