Gujarat

હાંસોટના રોહિદ ગામની સગર્ભાને તાત્કાલિક સારવાર આપી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો

હાંસોટ તાલુકાના રોહિદ ગામે રહેતી સગર્ભા મહિલાને લેબર પેન ઉપડતા તાત્કાલિક 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ પહોંચતા હતા. તે પહેલાં જ 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.
​​​​​​​આપત્તિ અને મુશ્કેલીના સમયમાં 108ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે, તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો. જેમાં હાંસોટની એક મહિલાને અચાનક જ પ્રસૂતિ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી. તે દરમિયાન ભરૂચ શક્તિનાથ 108 એમ્બ્યુલન્સને હાંસોટ તાલુકાના રોહિદ ગામનો લેબર પેનનો કેસ મળતા 108 એમ્બ્યુલન્સના emt અસમાં મલેક અને પાઇલોટ શાંતીલાલ 108 એમ્બ્યુલન્સ લઈ હાંસોટ રવાના થયા હતા.
​​​​​​​તેઓ ત્યાં પહોંચી સગર્ભા મહિલા સંગીતાબેનને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ સુધી પહોંચતા જ આ મહિલાને અચાનક પ્રસુતિના વધુ પ્રશ્નો પેદા થતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. તેથી સમયનો તકાજો જોઈને એમ્બ્યુલન્સમાં આ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108ની સમય સૂચકતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવી શકાયો હતો. સગર્ભાના પતિ રાહુલએ 108ની આ ત્વરિત કામગીરીને બિરદાવીને તેમની સેવાનો આભાર માન્યો હતો.

IMG-20221009-WA0118.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *