Madhya Pradesh

ભોપાલમાં એરપોર્ટ પર ઇંડિગોના સ્ટાફે મુસાફરો સાથે કર્યાં ગરબા, ઝ્રૈંજીહ્લ કર્મચારી પણ ઝૂમ્યા

ભોપાલ
ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર એક રસપ્રદ ઘટના સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇંડિગો ફ્લાઇટ લેટ હોવાથી લોકોએ પોતાનો સમય પસાર કરવા માટે ગરબા રમવાનું શરૂ કરી દીધું. આ ફ્લાઇટ ભોપાલથી અમદાવાદ જઇ રહી હતી. ગુજરાતી ગરબા સોન્ગ પર ઇંડિગો સ્ટાફે મુસાફરો સાથે ધૂમ મચાવી. સાંજે ૬ઃ૪૫ મિનિટ પર ઇંડિગોની આ ફ્લાઇટ ભોપાલ થી અમદાવાદ માટે ઉપડે છે. પરંતુ કોઇ કારણસર ફ્લાઇટ નિર્ધારિત સમયથી ૧૫ મિનિટ મોડી રવાના થવાની હતી. મુસાફરોને રાહ જાેવા માટે કહેવામાં આવ્યું પહેલાં તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોને જરૂર જુઓ… આ દરમિયાન એક મુસાફરે પોતાના મોબાઇલ ફોન પર એવું ગુજરાતી ગરબા સોંગ વગાડ્યું કે એરપોર્ટ પર હાજર ઘણા લોકો પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નહી. લોકોને ઝૂમતા જાેઇ ઇંડિગોના કર્મચારી પણ પોતાને ગરબા રમતા રોકી શક્યા નહી. એટલું જ નહી સીઆઇએસએફની મહિલા કર્મચારીઓએ પણ ગરબા કરતાં જાેવા મળી રહી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ એન્ટરટેન કર્યા છે. વીડિયોને ઘણીવાર જાેવામાં આવ્યો છે અને ઘણા લોકોએ તો વીડિયોને લાઇક પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો અલગ-અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Page-09-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *