Maharashtra

અમે સાથે મળીને સ્ક્રીન પર જાદુ બતાવીશું ઃ પૂજા હેગડે

મુંબઈ
પ્રભાસ અને પૂજા હેગડે ફિલ્મ રાધે શ્યામમાં સાથે જાેવા મળશે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પણ પસંદ આવી રહી છે. હવે પૂજાએ પોતે પ્રભાસ સાથેની તેની કેમેસ્ટ્રી વિશે વાત કરી છે. પ્રભાસ વિશે પૂજાએ કહ્યું કે, પ્રભાસ ખૂબ જ શરમાળ છે, પરંતુ તે મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરે છે અને આ રીતે તે પોતાનો જાદુ રચે છે. ક્યારેક એવું બને છે કે તમે કોઈને સારી રીતે ઓળખો છો, પરંતુ તે સ્ક્રીન પર મજા નથી આવતી અને કેટલીકવાર તમે કોઈને પહેલીવાર મળો છો અને સ્ક્રીન પર એક ખાસ જાદુ સજાર્ે છો. મને લાગે છે કે અમે એકસાથે સરસ દેખાઈએ છીએ. પૂજાએ તેના બાકીના કો-સ્ટાર્સ સાથેની કેમેસ્ટ્રી પર આગળ કહ્યું કે, લોકો કહે છે કે અલ્લુ અર્જુન હોય, અખિલ અક્કીનેની હોય કે હૃતિક રોશન હોય, મારા તમામ કો-સ્ટાર્સ સાથે મારી કેમેસ્ટ્રી સારી રહી છે. મને લવ સ્ટોરી બહુ ગમે છે. હું તેમને જાેઈને મોટી થઈ છું અને હું મારી ફિલ્મોમાં પણ એટલો જ પ્રેમ આપું છું. પૂજા વિશે કહીએ કે, તેણે વર્ષ ૨૦૧૬માં ફિલ્મ મોહેં-જાે-દડોથી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ફરીથી વર્ષ ૨૦૧૯માં ફિલ્મ હાઉસફુલ ૪માં જાેવા મળી હતી. પૂજાએ હિન્દી ફિલ્મોમાં વધુ કામ કર્યું નથી. તે તેલુગુ ફિલ્મોમાં વધુ કામ કરે છે. જાે કે રાધે શ્યામ બાદ પૂજા સર્કસ ફિલ્મમાં જાેવા મળવાની છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા સાથે જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *