સોનાના વાયદાના ભાવમાં રૂ.327 અને ચાંદીમાં રૂ.229ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.408નો ઉછાળોઃ મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.117118 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.69110 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.600 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20 થી 26 મેના સપ્તાહ દરમિયાન 19,64,477 સોદાઓમાં કુલ રૂ.1,86,828.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.117118.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.69110.36 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,45,854 સોદાઓમાં કુલ રૂ.43,172.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,471ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,246 અને નીચામાં રૂ.50,471 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.327 વધી રૂ.50,871ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.40,463 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,063ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,551ના ભાવે ખૂલી, રૂ.279 વધી રૂ.50,858ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,273 અને નીચામાં રૂ.61,060 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.229 વધી રૂ.61,793 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.248 વધી રૂ.62,087 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.240 વધી રૂ.62,086 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,02,310 સોદાઓમાં રૂ.17,934.48 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.4.50 ઘટી રૂ.240.20 અને જસત મે વાયદો રૂ.1.35 વધી રૂ.321ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.771.40 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,32,081 સોદાઓમાં કુલ રૂ.55,014.80 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,416ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,923 અને નીચામાં રૂ.8,416 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.408 વધી રૂ.8,872 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.47.80 વધી રૂ.707.80 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,126 સોદાઓમાં રૂ.996.42 કરોડનાં કામકાજ થયા હતા. કોટનના વાયદાઓમાં ગાંસડીદીઠ રૂ.1,460થી રૂ.2,640નો કડાકો બોલાઈ ગયો હતો. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.49,440ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,650 અને નીચામાં રૂ.47,290 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે સૌથી ઓછો રૂ.1,460 ઘટી રૂ.47,920ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે કોટનનો જૂન વાયદો ગાંસડીદીઠ સૌથી વધુ રૂ.2,640ના કડાકા સાથે રૂ.46,620 થયો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,800ના ભાવે ખૂલી, રૂ.52 વધી રૂ.17852 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.76.30 ઘટી રૂ.1028.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.21,497.75 કરોડનાં 42,213.788 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.21,674.66 કરોડનાં 3,504.488 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.19,302.88 કરોડનાં 2,24,67,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.35,712 કરોડનાં 527395000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.877.09 કરોડનાં 182525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.119.29 કરોડનાં 1102.68 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.04 કરોડનાં 2 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,416.423 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 724.188 ટન, ક્રૂડ તેલમાં 1014300 બેરલ અને નેચરલ ગેસમાં 11590000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 90375 ગાંસડી, મેન્થા તેલમાં 542.52 ટન, રબરમાં 5 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.599.63 કરોડનાં 8,278 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જૂન વાયદો 14,423ના સ્તરે ખૂલી, 62 પોઈન્ટ વધી 14,481ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.69,110.36 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,333.17 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.441.24 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.39,422.09 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16,906.77 કરોડનાં કામકાજ થયાં હતાં.
| સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| ક્રૂડ તેલ | 19-08-22 | 1 બેરલ | 8427.00 | 7600.00 | 827.00 | 10.88 |
| નેચરલ ગેસ | 27-06-22 | 1 એમએમબીટીયૂ | 707.80 | 660.00 | 47.80 | 7.24 |
| નેચરલ ગેસ | 26-07-22 | 1 એમએમબીટીયૂ | 709.10 | 661.70 | 47.40 | 7.16 |
| ક્રૂડ તેલ | 19-07-22 | 1 બેરલ | 8673.00 | 8261.00 | 412.00 | 4.99 |
| ક્રૂડ તેલ | 17-06-22 | 1 બેરલ | 8872.00 | 8464.00 | 408.00 | 4.82 |
| સીસું | 30-06-22 | 1 કિલો | 181.45 | 179.65 | 1.80 | 1.00 |
| ગોલ્ડ-પેટલ | 30-08-22 | 1 ગ્રામ | 5126.00 | 5086.00 | 40.00 | 0.79 |
| સોનું | 03-06-22 | 10 ગ્રામ | 50871.00 | 50544.00 | 327.00 | 0.65 |
| તાંબુ | 29-07-22 | 1 કિલો | 772.30 | 767.65 | 4.65 | 0.61 |
| નિકલ | 31-05-22 | 1 કિલો | 2109.00 | 2096.70 | 12.30 | 0.59 |
| સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| નિકલ | 30-06-22 | 1 કિલો | 2124.00 | 2400.00 | -276.00 | -11.50 |
| મેન્થા તેલ | 30-06-22 | 1 કિલો | 1050.20 | 1132.40 | -82.20 | -7.26 |
| મેન્થા તેલ | 31-05-22 | 1 કિલો | 1028.60 | 1104.90 | -76.30 | -6.91 |
| મેન્થા તેલ | 29-07-22 | 1 કિલો | 1075.10 | 1153.20 | -78.10 | -6.77 |
| કોટન | 30-06-22 | 1 ગાંસડી | 46620.00 | 49260.00 | -2640.00 | -5.36 |
| કોટન | 29-07-22 | 1 ગાંસડી | 47120.00 | 48930.00 | -1810.00 | -3.70 |
| કોટન | 31-05-22 | 1 ગાંસડી | 47920.00 | 49380.00 | -1460.00 | -2.96 |
| એલ્યુમિનિયમ | 30-06-22 | 1 કિલો | 241.30 | 246.10 | -4.80 | -1.95 |
| એલ્યુમિનિયમ | 31-05-22 | 1 કિલો | 240.20 | 244.70 | -4.50 | -1.84 |
| એલ્યુમિનિયમ | 29-07-22 | 1 કિલો | 242.35 | 246.55 | -4.20 | -1.70 |
