બિનલોહ ધાતુઓના વાયદામાં મિશ્ર વલણઃ સોના-ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ, રબર, કપાસ, કોટનના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ નેચરલ ગેસમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 167 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,081 સોદાઓમાં કુલ રૂ.16,300.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 167 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,00,856 સોદાઓમાં કુલ રૂ.5,476.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,529ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,662 અને નીચામાં રૂ.52,170ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.190 ઘટી રૂ.52,223ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.41,558 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,182ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,349ના ભાવે ખૂલી, રૂ.139 ઘટી રૂ.52,217ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,256 અને નીચામાં રૂ.66,103ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 513 ઘટી રૂ.66,612ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 486 ઘટી રૂ.66,808 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.512 ઘટી રૂ.66,810 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,434 સોદાઓમાં રૂ.1,921.45 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.268.70 અને જસત એપ્રિલ વાયદો રૂ.2.20 વધી રૂ.376ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.20 ઘટી રૂ.815.65 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.12.7 વધી રૂ.2,530 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 43,143 સોદાઓમાં કુલ રૂ.3,717.32 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,920 અને નીચામાં રૂ.7,760ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.14 ઘટી રૂ.7,851 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.60 વધી રૂ.539.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,354 સોદાઓમાં રૂ.348.88 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,256.50 બોલાઈ રહ્યો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,040ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,630 અને નીચામાં રૂ.44,040ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.130 ઘટી રૂ.44,410ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,150ના ભાવે ખૂલી, રૂ.210 ઘટી રૂ.16883 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 ઘટી રૂ.1071 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 18,274 સોદાઓમાં રૂ.2,204.32 કરોડનાં 4,203.817 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 82,582 સોદાઓમાં કુલ રૂ.3,272.26 કરોડનાં 487.623 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 17,965 સોદાઓમાં રૂ.1,570.60 કરોડનાં 20,03,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 25,178 સોદાઓમાં રૂ.2,147 કરોડનાં 39875000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,707 સોદાઓમાં રૂ.318.59 કરોડનાં 71950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 630 સોદાઓમાં રૂ.29.84 કરોડનાં 272.52 ટન, રબરના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 18 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,215.352 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 520.377 ટન, ક્રૂડ તેલમાં 491000 બેરલ અને નેચરલ ગેસમાં 11046250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 122350 ગાંસડી, મેન્થા તેલમાં 503.64 ટન, રબરમાં 48 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 838 સોદાઓમાં રૂ.67.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 837 સોદાઓમાં રૂ.67.34 કરોડનાં 888 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 818 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ મે વાયદો 8,748ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,748 અને નીચામાં 8,748ના સ્તરને સ્પર્શી, 350 પોઈન્ટ ઘટી 8,748ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,182ના સ્તરે ખૂલી, 167 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 70 પોઈન્ટ ઘટી 15,112ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 44456 સોદાઓમાં રૂ.4,768.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.327.43 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.219.17 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,372.04 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,849.96 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 109.52 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.420.40 અને નીચામાં રૂ.340 રહી, અંતે રૂ.4.20 ઘટી રૂ.385.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.540ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4 ખૂલી, ઊપરમાં રૂ.7.15 અને નીચામાં રૂ.1.65 રહી, અંતે રૂ.1.65 વધી રૂ.6.40 થયો હતો. સોનું મે રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.72 ખૂલી, ઊપરમાં રૂ.95.50 અને નીચામાં રૂ.60 રહી, અંતે રૂ.17.50 ઘટી રૂ.62 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.284 ખૂલી, ઊપરમાં રૂ.314.80 અને નીચામાં રૂ.266.50 રહી, અંતે રૂ.9.80 વધી રૂ.287.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.520ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3 ખૂલી, ઊપરમાં રૂ.5.50 અને નીચામાં રૂ.0.85 રહી, અંતે રૂ.7.20 ઘટી રૂ.1.10 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.216.50 ખૂલી, ઊપરમાં રૂ.285 અને નીચામાં રૂ.196.50 રહી, અંતે રૂ.27.50 વધી રૂ.264 થયો હતો.
