મુંબઈ
મહારાષ્ટ્રના કલ્યાણમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં ટ્રાફિક ઓટો ડ્રાઈવરને હેલમેટ નહીં પહેરવા પર ૫૦૦ રૂપિયાનું ચલણ કાપ્યું છે. જાણકારી મુજબ ૩ ડિસેમ્બર ૨૦૨૧એ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક ટૂ વ્હીલર ચાલક હેલમેટ પહેર્યા વગર ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે તેનો ફોટો લઈ લીધો હતો પણ ચલણ ઓટો ચાલક ગુરૂનાથ ચિકનકરના નામ પર આવી ગયુ. ચલણમાં ફોટો બાઈક ચાલકનો જ છે પણ રિક્ષા નંબર, નામ અને મોબાઈલ નંબર ગુરૂનાથનું છે. ઓટો રિક્ષા ડ્રાઈવર ગુરૂનાથ ચિકનકરને જ્યારે મોબાઈલ ફોન દ્વારા ૫૦૦ રૂપિયા દંડની જાણ થઈ તો તે ચોંકી ઉઠ્યા. ત્યારબાદ ઓટો રિક્ષા ચાલકે કલ્યાણ ટ્રાફિક પોલીસ પાસેથી આ મામલે પૂછ્યુ તો તેમને થાણે અને મુંબઈ જવા માટે કહ્યું. તેની પર રિક્ષા ચાલકનું કહેવું છે કે જ્યારે મારી ભૂલ નથી તો હું કામ બંધ કરીને મુંબઈ અને થાણેના ચક્કર કેમ લગાવું? ગુરૂનાથનું કહેવું છે કે ટ્રાફિક પોલીસે પોતાની ભૂલ સુધારવાની જરૂર છે. રિક્ષા ચાલકે દંડ અને નોટિસને તરત જ હટાવવાની માંગ કરી છે. કલ્યાણમાં ઈ-ચલણની વ્યવસ્થા હાલમાં જ શરૂ કરવામાં આવી છે. તેના કારણે ઘણી ખામીઓ સામે આવી રહી છે. ઓટોચાલકના સંબંધી મદન ચિકનકરે કહ્યું કે ટ્રાફિક પોલીસને તેમની ઈ-ચલણ સિસ્ટમ પર કામ કરતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સજા થવી જાેઈએ. મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૪૬૭ નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. આજે રાજ્યમાં ૧૨ લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૪૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટિન મુજબ આજે આવેલા ચેપના નવા કેસોમાંથી ૨૩૪ કેસ ઓમિક્રોનના છે. નોંધપાત્ર વાત એ છે કે બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ચેપને કારણે કોઈનું મોત થયું નથી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૭૮,૬૭,૩૯૧ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે અને ચેપને કારણે ૧,૪૩,૭૧૮ લોકોના મોત થયા છે.
