મુંબઈ
દેશના મુખ્ય પ્રોપર્ટી માર્કેટ મુંબઈમાં માગ, પુરવઠા અને કિંમતના મોરચે અભૂતપૂર્વ તેજી આવે તેવી અપેક્ષા છે. અહીં કોવિડ -૧૯ મહામારીના કારણે પ્રતિબંધો હોવા છતાં ૨૦૨૧ માં ૩૮,૦૦૦ એકમોનું વેચાણ થયું છે. ેંમ્જી સિક્યોરિટીઝ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ મુજબ, મુંબઈની શહેરી સંસ્થા મ્સ્ઝ્રએ ૨૦૨૧ માં બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે લગભગ ૧૪,૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે પાછલા વર્ષ કરતાં પાંચ ગણી વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં મુંબઈ સૌથી વધુ નફાકારક પ્રોપર્ટી માર્કેટ બની શકે છે. યુબીએસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે નિયમનકારી પહેલોને કારણે માગ અને પુરવઠામાં તીવ્ર વધારો જાેવા મળી રહ્યો છે. તેમના મતે મધ્યમ ગાળામાં મુંબઈમાં સપ્લાયમાં વધારો થશે. મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓએ મુંબઈ માટે તેમની યોજનાઓ વધુ ઝડપી બનાવી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત, ક્લિયરન્સ ફીમાં ૫૦ ટકાની માફી, ઝૂંપડપટ્ટીના પુનર્વસન અને દરિયાકાંઠાના નિયમો સાથે પુનઃવિકાસ નીતિઓના ઉદારીકરણ જેવા નિયમનકારી પગલાં મધ્યમ ગાળામાં અહીં માગને વેગ આપશે. આ સિવાય તમને જણાવી દઈએ કે દેશના ટોપ સાત શહેરોમાં ૨૦૨૧માં રેસિડેન્શિયલ યુનિટના કુલ વેચાણમાં નવા પ્રોજેક્ટનો હિસ્સો લગભગ ૩૪ ટકા રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ એનારોકે જણાવ્યું હતું કે જાણીતા ડેવલપર્સ તરફથી નવા સપ્લાય અને રોકાણકારોની માગમાં વધારો થવાને કારણે આવું થયું છે. ૨૦૨૧માં ટોચના સાત શહેરોમાં ૨.૩૭ લાખ ઘરો વેચાયા હતા, જેમાંથી ૩૪ ટકા નવા પ્રોજેક્ટના હતા. બાકીના ૬૬ ટકા એકમો અગાઉ શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં હતા. સાત શહેરો જ્યાં કંપની વેચાણના આંકડાને ટ્રેક કરે છે તે છે દિલ્હી-દ્ગઝ્રઇ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ. ૨૦૨૦માં આ સાત શહેરોમાં કુલ ૧.૩૮ લાખ હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, જેમાંથી ૨૮ ટકા એ જ વર્ષમાં શરૂ થયેલા પ્રોજેક્ટના હતા. ૨૦૧૯માં વેચાયેલા કુલ ૨.૬૧ લાખ ઘરોમાં નવા પ્રોજેક્ટ્સનો હિસ્સો ૨૬ ટકા હતો. એનારોકે કહ્યું, નવા પ્રોજેક્ટ્સમાં ઘરોની માગ ફરી આવવા લાગી છે, આ પહેલા લાંબા સમયથી માગ માત્ર તૈયાર એકમોની જ હતી.
