Maharashtra

મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૧૭૮ કોલેજાેમાં પ્રિન્સિપાલ નથી

મુંબઈ
એક આરટીઆઈમાં જે યાદીમાં ૮૦૮ કોલેજાેના નામ છે જે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આર.ટી.આઈ દ્વારા મળેલી માહિતી મુજબ આમાંથી ૮૧ કોલેજાેમાં પ્રિન્સિપાલની જગ્યા નથી. અહીં પ્રિન્સિપાલની જગ્યાએ ડાયરેક્ટરની જગ્યા છે. બાકીની ૭૨૭ કોલેજાેમાંથી ૧૭૮ કોલેજાે પ્રિન્સિપાલ વિના જ ચાલી રહી છે.એટલુ જ નહી ૨૩ કોલેજાે અંગે યુનિવર્સિટી પાસે કોઈ રેકોર્ડ પણ નથી. જે કોલેજાેમાં પ્રિન્સિપાલ જેવી અતિ મહત્વની જગ્યા ખાલી છે અને જે પદાધિકારીઓ અને સ્ટાફની મદદથી ચાલી રહી છે તેમાં ઘણી જાણીતી કોલેજાેના નામ સામેલ છે. આવી યાદીમાં કેજે સોમૈયા, ઠાકુર એજ્યુકેશનલ ટ્રસ્ટ, શહીદ કલાની મેમોરિયલ ટ્રસ્ટ, તલરેજા કોલેજ, વર્તક કોલેજ, બોમ્બે ફ્લાઈંગ ક્લબ કોલેજ, રામજી અસાર કોલેજ, ગુરુ નાનક કોલેજ ભાંડુપ, શેઠ એનકેટીટી કોલેજ, જીતેન્દ્ર ચૌહાણ કોલેજ, માંજરા કોલેજનો સમાવેશ થાય છે. અનિલ ગલગલીના જણાવ્યા અનુસાર, આવી કોલેજાે સામે પગલાં લેવાની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંત અને મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ સુહાસ પેડનેકરની નૈતિક જવાબદારી છે. નવા અભ્યાસક્રમને મંજૂરી આપતી વખતે ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી અને કુલપતિએ કયા આધારે દરખાસ્તને મંજૂરી આપી અને જ્યારે પ્રિન્સિપાલ જ નથી ત્યારે આવી કોલેજાેમાં નવા અભ્યાસક્રમને કયા આધારે મંજૂરી આપવામાં આવી ? શું આ કોલેજાેમાં દલાલોનો દબદબો વધ્યો છે ? આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે.મુંબઈ યુનિવર્સિટીએ દેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ટોચની કક્ષાની યુનિવર્સિટી તરીકે જાણીતી છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ લેવા આવે છે. પરંતુ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૧૭૮ કોલેજાેમાં પ્રિન્સિપાલ નથી. આ કોલેજાે પ્રિન્સિપાલ વગર પદાધિકારીઓ અને કર્મચારીઓના આધારે જ ચાલી રહી છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અનિલ ગલગલીએ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજાેના પ્રિન્સિપાલોને લગતી યાદી માંગી હતી. જેને પગલે મુંબઈ યુનિવર્સિટીના રેકગ્નિશન વિભાગે ૩૮ પાનાની યાદી તેમને આપી છે.

Mumbai-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *