મુંબઈ
મુંબઈની સરખામણીએ પૂણેમાં કોરોનાની સ્થિતિ વધુ કથળી છે. અહીં સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસની સરખામણીએ અડધી છે. જેને લઈને હાલ તંત્રની ચિંતા વધી છે. શનિવારે પુણેમાં ૫ હજાર ૭૦૫ નવા કેસ નોંધાયા છે. જ્યારે દિવસ દરમિયાન ૨ હજાર ૩૩૮ લોકો કોરોનાથી સાજા થયા હતા. તેમજ ૮ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. જેમાંથી પુણે શહેરમાં બે અને જિલ્લાના છ લોકોનો સમાવેશ થાય છે. પુણેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૯ હજાર ૧૩૬ લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ, શનિવારે કુલ ૧૯ હજાર ૧૭૪ લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું. હાલમાં, પુણેમાં ૩૧ હજાર ૯૦૭ સક્રિય કોરોના કેસ છે. પુણેમાં અત્યાર સુધીમાં કુલ ૫ લાખ ૫૪ હજાર ૧૭૪ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૫ લાખ ૧૩ હજાર ૧૩૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં અચાનક ઉછાળો આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦ હજાર ૬૬૧ નવા કોરોના કેસ નોંધાયા છે. જાે કે રાહતની વાત એ છે કે ૨૧ હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. શનિવારે મુંબઈમાં ૨૧ હજાર ૪૭૪ લોકોએ કોરોનાને હરાવ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં કોરોનાને કારણે ૧૧ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોના આંકડા પર એક નજર કરીએ તો ૧૦ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી ૧૪ હજાર જેટલા કોરોના કેસ સામે આવી રહ્યા હતા. જાે કે ૧૨ જાન્યુઆરીએ સોળ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આથી, કોરોના કેસમાં ઘટાડો થતા હાલ મુંબઈગરાઓને આંશિક રાહત મળી છે.મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો અહીં શનિવારે ૪૦ નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે દાદરમાં ૧૨૦ અને માહિમમાં ૧૨૬ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ ત્રણ વિસ્તારોમાં કુલ ૨૮૬ કોરોના કેસ નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૯૯ હજાર ૩૫૮ લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે રિકવરી રેટ પર સુધરીને ૯૧ ટકા પર પહોંચ્યો છે.
