Maharashtra

વેંકટેશ અય્યરને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગતા ખેલાડીઓ મઝાક કરતા નજરે પડ્યા

મુંબઈ
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સીરિઝની છેલ્લી અને ત્રીજી ટી૨૦માં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર સાથે એક હાસ્યાસ્પદ ઘટના બની હતી. શ્રીલંકાની બેટિંગ દરમિયાન બોલ વેંકટેશ અય્યરના પ્રાઈવેટ પાર્ટમાં વાગ્યો હતો. જાેકે સદનસીબે મોટી ઈજામાંથી બચી ગયો હતો. જાેકે તેમ છતાં વેંકટેશ અય્યરે એક શાનદાર કેચ પકડ્યો હતો પરંતુ મેદાન પર પ્રાઈવેટ પાર્ટ પર વાગવાથી તે જમીન પર બેસી ગયો હતો. આ દ્રશ્ય જાેઈને હર્ષલ પટેલ ગભરાઈ ગયો હોય તેવું તેના મોઢા પરથી દેખાઈ રહ્યું હતું. વેંકટેશ અય્યરને કેચ પકડતી વખતે આ ઈજા થઈ હતી. અય્યરે શ્રીલંકાના વિકેટ કીપર બેટ્‌સમેન દિનેશ ચાંદીમલનો કેચ પકડ્યો હતો. આ દરમિયાન બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જાેકે, અય્યરે હિંમત બતાવી અને કેચ છોડ્યો નહીં. આ બધુ કેમેરામાં કેદ થઈ ગયું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. શ્રીલંકાની ઇનિંગ્સની ૧૩મી ઓવરમાં બની હતી. ઓવર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે કરી હતી. તેનો પહેલો જ બોલ ઓફ-સ્ટમ્પ પર આવ્યો, જેના પર ચાંદીમલ બેકફૂટ પર ગયો અને હવામાં કટ શોટ રમ્યો. આ બોલ સીધો પોઈન્ટ પર ઉભેલા વેંકટેશ ઐયરના હાથમાં ગયો હતો. અય્યરે બોલને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હાથને અથડાઈને સીધો પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. આ દરમિયાન અય્યરને થોડી ઈજા થઈ અને તે દર્દથી કણસતો રહ્યો હતો. અય્યરે કેચ પકડ્યા બાદ જશ્ન મનાવ્યો, પરંતુ પીડાને કારણે તરત જ જમીન પર બેસી ગયો. આ દરમિયાન વેંકટેશ સતત હસતો જાેવા મળ્યો હતો. થોડી વારમાં બધું બરાબર થઈ ગયું અને અય્યર ફરીથી ફિલ્ડિંગ માટે તૈયાર થઈ ગયો. જાે ઈજા ગંભીર હોત તો વેંકટેશને બહાર જવાની જરૂર પડી હોત. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫ વિકેટે ૧૪૬ રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૮૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વેંકટેશ ૫માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચની જેમ અહીં પણ શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. વેંકટેશ ૪ બોલમાં ૫ રન બનાવીને આઉટ થયો હતો. સિક્સર ફટકારવાના ચક્કરમાં તે લાહિરુ કુમારાના બોલ પર કેચ આઉટ થયો હતો.

Shreyas-iyer-creates-record-in-t20i-series-against-sri-lanka-hit-half-century-hat-trick.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *