Maharashtra

શનાયા કપૂરના ડેબ્યુ પહેલા જ ફિલ્મ પોસ્ટપોન કરાઈ

મુંબઈ
શનાયા કપૂરને ફિલ્મોમાં ઉતારવાની એનાઉન્સમેન્ટ કરણ જાેહરે જાન્યુઆરીમાં કરી હતી. ફિલ્મની કાસ્ટ સાથેનું પોસ્ટર રિલિઝ કરીને કરણ જાેહરે ડાયરેક્ટર તથા અન્ય ટીમ પણ એનાઉન્સ કરી દીધી હતી. ફિલ્મી પાર્ટીઓમાં પણ શનાયા કપૂર સ્ટાર સ્ટાઈલથી એન્ટ્રી મારવા માંડી હતી. પાછલા મહિને કાજાેલની બર્થ ડે પાર્ટીમાં ચમકદાર ડ્રેસ પહેરીને તેણે કો-સ્ટાર્સ સાથે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. કરણ જાેહરના કો-સ્ટાર લક્ષ્યની આ બીજી ફિલ્મ અભેરાઈએ ચડી છે. અગાઉ જ્હાન્વી કપૂર સાથે દોસ્તાના ૨થી લક્ષ્યનું ડેબ્યુ થવાનું હતું. કાર્તિક આર્યને દોસ્તાના ૨માંથી એક્ઝિટ લીધા બાદ આ પ્રોજેક્ટ પણ અભેરાઈએ ચડી ગયો છે. આમ, કરણ જાેહરના ધર્મા પ્રોડક્શનની બે ફિલ્મો એનાઉન્સ થયા બાદ અટવાયેલી પડી છે.બ્યૂટી અને બોલ્ડનેસનું કોમ્બિનેશન ગણાતી શનાયા કપૂરના સપનાં પર પાણી ફરી વળ્યું છે. તેની ડેબ્યુ ફિલ્મ બેધડક બનાવવાનો પ્લાન અભેરાઈએ મૂકાયો છે. બેધડકમાં શનાયાની સાથે લક્ષ્ય અને ગુરફતેહ પીરઝાદા પણ લીડ રોલમાં હતા. ફિલ્મની કાસ્ટ ફાઈનલ થયા બાદ શૂટિંગ શરૂ થવાની ઘડીઓ ગણાતી હતી. દરમિયાન અચાનક કરણ જાેહરના ધર્મા પ્રોડક્શને ફિલ્મને પોસ્ટપોન કરવાનો ર્નિણય લીધો છે. આ મામલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજુ આવ્યું નથી.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *